ભારત અને અમેરિકા વચ્ચે ‘ઈનિશ્યેટિવ ઓન ક્રીટીકલ એન્ડ ઈમર્જિંગ ટેક્નોલોજીસ’ (આઈસીઈટી), સ્ટ્રેટેજિક ટેકનોલોજી અને ટ્રેડ-કોલોબરેશન આગળ ધપાવવા કરારો થયા હતા. આજે યોજાયેલી આ પ્રકારની સૌથી પહેલી બેઠકમાં ભારત તરફથી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (એનએસએન) અજિત દોવલ અને અમેરિકાના પણ એનએસએ જેક સુલીવાન વચ્ચે આ કરારો થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૧ થી ૨૪ જૂન વચ્ચે અમેરિકાની સત્તાવાર મુલાકાતે જવાના છે, તે પૂર્વે બંને દેશોના રાષ્ટ્રીય સલામતી સલાહકારો વચ્ચે આ વ્યૂહાત્મક કરારો થયા હતા.
આ કરારો પાછળનો હેતુ વડાપ્રધાન મોદીની સત્તાવાર મુલાકાત પૂર્વે જ ફળદાયી મંત્રણા માટે માર્ગ સરળ કરવાનો છે.
દોવલ અને સુલીવાને છ ક્ષેત્રો જુદા તારાવ્યા હતા તેમાં ઈકો-સીસ્ટીમનું ઈનોવેશન, ડીફેન્સ સીસ્ટીમનું પણ ઈનોવેશન (નવીનીકરણ) ટક્નિકલ કો-ઓપરેશન સતત કાર્યરત રહે તેવી સેમી કન્ડક્ટર શ્રૃંખલા રચવા કરારો થયા. તે ઉપરાંત અંતરિક્ષ વિજ્ઞાાન, વિજ્ઞાાન, ટેકનોલોજી, એન્જિનીયરીંગ અને મેથેમિટિક્સ ટેલન્ટની પણ આપલે કરવાના મુદ્દાઓ પણ તેમાં આવરી લેવાયા. તેમજ નેકસ્ટ જનરેશન ટેલી કોમ્યુનિકેશન્સ વિષે પણ કરારો થયા.
આજે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની મંત્રણા પૂર્વે મંગળવારે ઈંડીયા-યુએસ સ્ટ્રેટેજિક ટ્રેડ ડાયલોગ (Iusstd) માટે ભારતના ફોરેન-ટ્રેડ-સેક્રેટરી વિનય મોહન કવાત્રા, અને અમેરિકા તરફથી અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સનાં ‘અન્ડર સેક્રેટરી ફોર ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરીટી’ એલન એસ્ટેવેઝ તથા અમેરિકાનાં વિદેશ મંત્રાલયના અન્ડર સેક્રેટરી ફોર પોલિટિકલ અફેર્સ વિક્ટોરિયા ન્યૂલેન્ડ ઉપસ્થિત હતા.