Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

અમદાવાદ : સોલાના વિવાન્તા સ્પા પર રેડ, મસાજની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ

અમદાવાદ : સોલાના વિવાન્તા સ્પા પર રેડ, મસાજની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ

સોલા વિસ્તારના વિવાન્તા ઇન્ટરનેશનલ સ્પા પર Ahmedabad Crime Branchની AHTU (Anti Human Trafficking Unit) ટીમે દરોડો પાડી ગેરકાયદેસર દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. મસાજ પાર્લરની આડમાં ચાલતા આ ધંધાની ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે સચોટ યોજના બનાવીને રેડ હાથ ધરી હતી.

ડમી ગ્રાહક દ્વારા પર્દાફાશ

AHTUને બાતમી મળી હતી કે વૈષ્ણોદેવી સર્કલ પાસે રનસ્કેપ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલો વિવાન્તા સ્પા મહિલા મસાજની ઓટ હેઠળ દેહવ્યાપાર ચલાવી રહ્યો છે. આ માહિતીની પુષ્ટિ કરવા માટે પોલીસએ એક ડમી ગ્રાહક મોકલ્યો.

  • ડમી ગ્રાહકે જ્યાં શારીરિક સંબંધ માટે સ્ત્રીની માંગણી કરી અને ભાવતાલ નક્કી કર્યો
  • ત્યારબાદ તેણે પોલીસને સંદેશ મોકલતાં જ ટીમે સ્થળ પર દરોડો પાડી દીધો

સ્પાના રિસેપ્શન પર હાજર વ્યક્તિએ પોતાનું નામ તરુણકુમાર (મેનેજર) હોવાનું જણાવ્યું. પૂછપરછમાં જાણવા મળ્યું કે સ્પાના મુખ્ય માલિકો નીલ શાહ, હિરેન ઉપાધ્યાય અને ભાડાના કરારમાં દર્શાવાયેલ ગૌતમ ઠાકોર છે.

સ્પામાંથી 8 મહિલાઓનું રેસ્ક્યુ

રેડ વખતે સ્પાના 15 રૂમમાંથી 10 મસાજ રૂમ હતા. અહીંથી કુલ 8 મહિલાઓ મળી આવી હતી, જેમાંથી 4 મહિલાઓએ ખુલાસો કર્યો કે—

  • તેમને સ્પાના માલિકો દ્વારા દેહવ્યાપાર માટે દબાણ કરવામાં આવતું
  • પ્રતિ ગ્રાહક તેમને ₹1000 આપવામાં આવતાં
  • મેનેજર અને માલિકો આ સમગ્ર રેકેટ ચલાવતા હતા

આ ઉપરાંત, સ્પામાં કોઈપણ પ્રકારના વેરિફિકેશન દસ્તાવેજો, સ્ટાફ વિગતો અથવા જરૂરી કાનૂની પરવાનગીઓ ઉપલબ્ધ નહોતી.

પોલીસે નોંધ્યો ગુનો

પોલીસે સ્થળ પરથી પુરાવા મળ્યા બાદ મેનેજર તરુણકુમાર, અને માલિકો ગૌતમ ઠાકોર, નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય વિરુદ્ધ હ્યુમન ટ્રેફિકિંગ અને ગેરકાયદેસર દેહવ્યાપારના પ્રાવધાન મુજબ ગુનો દાખલ કર્યો છે.

AHTUની આ કાર્યવાહીએ શહેરમાં આવા ગેરકાયદેસર ધંધાનો એક મોટો માળો ઉખાડી ફેંક્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Ahmedabad Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.