ટૂંક સમયમાં તમે અનિચ્છનીય અને સ્પામ કૉલ્સ થી છૂટકારો મેળવવા જઈ રહ્યા છો. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સ્પામ ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવા સૂચના આપી છે. ટેલિકોમ કંપનીઓએ આગામી 30 દિવસમાં AI ફિલ્ટર્સ ઇન્સ્ટોલ કરવા પડશે. આ સાથે કંપનીઓએ અનિચ્છનીય કોલનો ડેટા પણ એક કોમન પ્લેટફોર્મ પર શેર કરવાનો રહેશે.
ટ્રાઈએ જાહેરાત કરી હતી કે 1 મે, 2023થી ટેલિકોમ કંપનીઓએ AI ફિલ્ટર્સનો ઉપયોગ કરવો પડશે. આ નિર્ણય વધતા સ્પામ કોલ અને કૌભાંડોને રોકવા માટે લેવામાં આવ્યો હતો. દરમિયાન, Jio અને Airtel પણ ફોન કૉલ્સમાં AI ફિલ્ટર લાગુ કરવા માટે સંમત થયા હતા. જો કે, નિયમ લાગુ કર્યા પછી પણ સ્પામ કોલ સંપૂર્ણપણે બંધ થયા નથી.
Press Release No. 51/2023 regarding TRAI issues Direction for deploying Artificial Intelligence and Machine Learning based UCC Detect system under TCCCPR, 2018https://t.co/GuAJfzaAFN
— TRAI (@TRAI) June 13, 2023
નિયમોને યોગ્ય રીતે લાગુ કરવા માટે, TRAI એ ટેલિકોમ કંપનીઓને AI ફિલ્ટર્સ ઇન્સ્ટોલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. Airtel, Vodafone-Idea, Jio અને BSNL જેવી ટેલિકોમ કંપનીઓએ TRAIની શરતો પૂરી કરવી પડશે.
AI ફિલ્ટરની મદદથી એડવર્ટાઇઝિંગ ફોન કોલ્સ અને પ્રમોશનલ મેસેજની ઓળખ કરવામાં આવશે. આ પછી આવા નંબરો બ્લોક થઈ જશે. તેની સાથે ટેલિકોમ કંપનીઓના કોલર આઈડી ફીચર પણ આપવાનું રહેશે. તેના દ્વારા એ જાણી શકાશે કે કોલિંગ નંબર સ્પામ છે કે નહીં. નવા નિયમો અનુસાર, માર્કેટિંગ માટે ઉપયોગમાં લેવાતા આવા 10 અંકના નંબરો બંધ થઈ જશે.
સ્વાભાવિક છે કે, આ દિવસોમાં સ્પામ કોલ અને તેના કારણે થતા કૌભાંડોના મામલા ઝડપથી વધી રહ્યા છે. ડુ નોટ ડિસ્ટર્બ (DND) સેવા સક્રિય કર્યા પછી પણ, વપરાશકર્તાઓને આડેધડ સ્પામ કૉલ્સ આવે છે. તેને રોકવા માટે ટ્રાઈનું આ પગલું યુઝર્સ માટે મોટી રાહત સાબિત થશે. ટૂંક સમયમાં તમને બેંક ઑફર્સ, રોકાણ યોજનાઓ અને લોન પ્રદાતાઓના ફોન કૉલ્સથી છૂટકારો મળશે.