Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી

એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ નિયમોનું પાલન ન કરવા બદલ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા ને 10 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ જણાવ્યું કે, મે અને સપ્ટેમ્બરમાં દિલ્હી, કોચી અને બેંગ્લોર એરપોર્ટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં એર ઈન્ડિયાએ મુસાફરોને અપાતી સુવિધા, વળતર સંબંધિત બાબતોના DGCIના નિયમો મુજબ પાલન કર્યું ન હતું.

ત્યારબાદ રેગ્યુલેટરે આ મામલે એર ઈન્ડિયાને 3 નવેમ્બરે કારણ બતાવો નોટિસ જારી કરી હતી, જેમાં સંબંધિત નિયમોની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ તેમનો જવાબ માંગવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાએ તેના જવાબમાં જણાવ્યું હતું કે, તેણે CARની જોગવાઈઓનું પાલન કર્યું નથી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.