ભારતમાં ટૂંક સમયમાં જ Apple કંપની વાયરલેસ ઇયર બડ્સ Airpodsનું ઉત્પાદન શરૂ કરશે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ Apple હૈદરાબાદમાં ફોક્સકોનના પ્લાન્ટમાં તેના ઇયર બડ્સ Airpodsનું ઉત્પાદન શરૂ કરશે. જો કે હજુ સુધી આ માહિતીની પુષ્ટી એપલ અને ફોક્સકોને કરી નથી.
હૈદરાબાદમાં Airpodsનું ઉત્પાદન થશે
ભારતમાં Appleની ઘણી મોટી યોજનાઓ છે. તેણે એક નવા નિર્ણય સાથે આ વાત કહી છે. સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ iPhone નિર્માતા Apple હૈદરાબાદમાં ફોક્સકોનના પ્લાન્ટમાં તેના ઇયરબડ્સ Airpodsનું ઉત્પાદન શરૂ કરશે. Apple કંપનીએ ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે 400 મિલિયન ડોલરના રોકાણને મંજૂરી આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઇયર બડ્સ Airpods આ વર્ષના ડિસેમ્બર સુધીમાં મોટા પાયે ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતા છે. આ સંબંધમાં માહિતી મેળવવા માટે iPhone અને Foxconn ને મોકલવામાં આવેલ ઈમેલનો સમાચાર લખાય ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો ન હતો.
ભારતમાં Appleની આ બીજી પ્રોડક્ટનું ઉત્પાદન થશે
Appleની આ બીજી પ્રોડક્ટ હશે જેનું ભારતમાં ઉત્પાદન થશે. અગાઉ અમેરિકન કંપનીએ ભારતમાં તેની લોકપ્રિય પ્રોડક્ટ iPhoneનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ફોક્સકોને કહ્યું છે કે ભારતમાં તેની કામગીરીની યોજનાઓને સંપૂર્ણ રીતે લાગુ કરવાના કિસ્સામાં તે અહીં અબજો ડોલરના રોકાણની શક્યતા જુએ છે. કંપનીના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યંગ લિયુએ એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામોની ચર્ચા કરતા આ વાત કહી હતી.
iPhone 15 આવતા મહિને આવશે
આ સિવાય કંપની સપ્ટેમ્બરમાં તેની iPhone 15 સીરીઝ લોન્ચ કરી શકે છે. આ સિરીઝનો ક્રેઝ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. દર વખતની જેમ આ વખતે પણ Apple શ્રેણીમાં ચાર મોડલ રજૂ કરશે, જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max હશે. આ વખતે કંપની ટાઈપ-સી પોર્ટ, પ્રોસેસર, કેમેરા અને ડિસ્પ્લે જેવા ઘણા ફેરફાર હોઈ શકે છે.