સૂત્રોના જણાવ્યા અનુસાર 30 જૂને NCPના 40 ધારાસભ્યોના સમર્થનના પત્રની સાથે અજિત પવારને NCPના અધ્યક્ષ બનાવવાની માહિતી ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી. જે કેન્દ્રીય ચૂંટણી પંચને 5મી જુલાઈએ મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 જુલાઈએ ચૂંટણી પંચને જયંત પાટીલ (શરદ પવાર જૂથ) તરફથી એક પત્ર પણ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, અજિત પવાર સાથે શપથ લેનારા 9 ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી માટે અરજી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં જો અજિત પવાર દ્વારા કરવામાં આવેલી માંગ પર કેન્દ્રીય ચૂંટણી પંચ સુનાવણી હાથ ધરે તો તેમનો પક્ષ સાંભળ્યા વિના સુનાવણી ન કરવામાં આવે.
ત્રણ દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ અજિત પવારે રાષ્ટ્રીય અધ્યક્ષના પ્રશ્ન પર કહ્યું કે, શું તમે ભૂલી ગયા છો કે, શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અમે મહારાષ્ટ્રના ભલા માટે આ નિર્ણય લીધો છે.