રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ભારતમ મંડપમ ખાતે આજથી ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2023 ની શરૂઆત થઈ ગઈ છે. 3 દિવસ સુધી યોજાનાર IMC 2023ની આજથી જ ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજના પ્રથમ દિવસે જિયોએ પોતાની નવી સર્વિસ જિયો સ્પેસ ફાઈબર ની જાહેરાત કરી છે. જિયોના આ નવી સર્વિસ દેશના દૂર દૂર સુધીના વિસ્તારોને કનેક્ટ રાખવામાં ખુબ જ ઉપયોગી નિવડશે. આ સેટેલાઈટ આધારિત ગીગા ફાઈબર ટેકનોલોજી છે, જેના દ્વારા રિમોટથી લોકેશન સુધી ઈન્ટરનેટ પહોંચાડી શકાશે.
નવી સર્વિસ પોષાય તેવી કિંમતે દેશભરમાં ઉપલબ્ધ કરાવાશે
કંપનીના જણાવ્યા મુજબ જિયો સ્પેસ ફાઈબર સર્વિસ સામાન્ય વ્યક્તિ પણ પોષાય તેવી કિંમતે દેશભરમાં ઉપલબ્ધ કરાવાશે. ઉલ્લેખનિય છે કે, જિયો અગાઉથી જ Jio Fiber બ્રોડબેન્ડ અને Jio AirFiber ઓફર કરી રહ્યું છે. આ બંને સુવિધાનું કામ લોકો સુધી ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવાનું છે.
Shri Akash Ambani, Chairman, Reliance Jio Infocomm Ltd, showcasing Jio’s indigenous technology & products and introducing JioSpaceFiber to the Hon. PM Shri Narendra Modi at the Jio pavilion at #IMC2023. #JioAtIMC #PMAtIMC2023 #JioSpaceFiber #Satellite #Jio #India #Technology pic.twitter.com/XYYBBRm4Ar
— Reliance Jio (@reliancejio) October 27, 2023
આકાશ અંબાણીએ PM મોદીને નવી સર્વિસનો ડેમો બતાવ્યો
ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2023ના આજે પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આકાશ અંબાણી એ તેમને નવી જિયો સ્પેસ ફાઈબર સર્વિસનો ડેમો પણ બતાવ્યો છે. જિયોની આ નવી સર્વિસ એલન મસ્કની સેટેલાઈટની મદદથી ઈન્ટરનેટ સેવા પુરી પાડતી ‘સ્ટારલિંક’ જેવી જ છે. જિયોની નવી સર્વિસનો સૌથી મોટો ફાયદો એ છે કે, જે વિસ્તારોમાં બ્રોડબેન્ડ અથવા એર ફાઈબર નથી, તેવા સ્થળોએ પણ ઈન્ટરનેટ સરળતાથી પહોંચાડી શકાશે.
જિયો સ્પેસ ફાઈબરની કિંમત કેટલી હશે ?
રિલાયન્સ જિયો ઈન્ફોકૉમ લિમિટેડ ના અધ્યક્ષ આકાશ અંબાણીએ કહ્યું કે, જિયોએ પ્રથમવાર દેશના લાખો ઘરો અને બિઝનેસને બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો અનુભવ કરાવ્યો… જિયો સ્પેસ ફાઈબરથી અમે અત્યાર સુધી અનકનેક્ટેડ રહેલા લાખો લોકોને કવર કરીશું. જિયો સ્પેસ ફાયબર તમામ લોકોને, તમામ સ્થળે ઓનલાઈન સરકાર, શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન સેવાઓ સહિત તમામ સુવિધા પહોંચાડવા કનેક્ટ કરી શકશે. આ સેવા સામાન્ય લોકોને ક્યારે ઉપલબ્ધ કરાવાશે અને આ નવી સર્વિસની કિંમત કેટલી હશે, તે અંગે કંપનીએ હાલ કોઈ માહિતી આપી નથી. જોકે બ્રાન્ડે કહ્યું કે, યૂઝર્સને એફોર્ડેબલ પ્રાઈઝમાં ઈન્ટરનેટક કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવાશે.