લોકભારતી સણોસરામાં સ્વર્ગસ્થ બળવંતભાઈ પારેખ જન્મશતાબ્દી નિમિત્તે
આગામી રવિવારે આકાશ અને બ્રહ્માંડ દર્શન કાર્યશાળા ‘ચાલો, ગગનને નીરખીએ…’ યોજાશે. આ આયોજનમાં ફરજિયાત નોંધણી કરાવી ભાગ લઈ શકાશે.
લોકવિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરા અને વિજ્ઞાનનગરી ભાવનગર દ્વારા આગામી રવિવારે આકાશ દર્શન અને બ્રહ્માંડ દર્શનની એક દિવસીય કાર્યશાળા ‘ચાલો, ગગનને નીરખીએ…’ યોજાશે. સ્વર્ગસ્થ બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી નિમિત્તે થયેલાં આયોજન મુજબ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં રવિવાર તા. ૩૧ બપોરે ૨-૩૦ કલાકે ખગોળ વિજ્ઞાની અરુણભાઈ દવે ઉદ્ઘાટન સાથે ચાવીરૂપ વક્તવ્ય આપશે. સાંજે ૪-૩૦ કલાકે બ્રહ્માંડ અસ્તિત્વ પરિબળો વિશે જામનગરનાં ખગોળ રસિક અમિતભાઈ વ્યાસ માર્ગદર્શન જાણકારી આપશે. રાત્રે ૮ કલાકે આકાશ દર્શન સાથે પૌરાણિક કથાઓની વિગતો આ કાર્યશાળાનાં સંયોજકો હસમુખભાઈ દેવમુરારિ અને ધરતીબેન જોગરાણા આપનાર છે.
આ કાર્યશાળા આયોજનમાં ફરજિયાત નોંધણી (કાર્યાલય સમય દરમિયાન સંપર્ક ૦૨૮૪૬ ૨૮૩૫૨૮ ઉપર) કરાવી ભાગ લઈ શકાશે. નિયત નોંધણી www.lokbharti.org ઉપર થઈ શકશે.
રીપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)