Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

આલિયા ભટ્ટે વિલન બની હોલીવુડમાં મારી એન્ટ્રી, ગેલ ગેડોટની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં દેખાડ્યું દમ

આલિયા ભટ્ટે વિલન બની હોલીવુડમાં મારી એન્ટ્રી, ગેલ ગેડોટની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં દેખાડ્યું દમ

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ડેબ્યુ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ગયું છે. ગેલ ગેડોટની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનના ટ્રેલરમાં એક કરતા વધુ એક્શન સીન જોવા મળી રહ્યા છે. હાર્ટ ઓફ સ્ટોનનું ટ્રેલર જોયા બાદ ભારતીય ફિલ્મ ચાહકોના ઉત્સાહનું સ્તર બે ગણું વધી ગયું છે, કારણ કે આલિયા ભટ્ટ ફિલ્મમાં વિલનના અવતારમાં જોવા મળી રહી છે. ગેલ ગેડોટના હાર્ટ ઓફ સ્ટોનમાં, આલિયા ભટ્ટ કેયા ધવન નામની એક મહિલાની ભૂમિકા ભજવી રહી છે જે વિનાશ ફેલાવવા માંગે છે.

a પરંતુ તેણે હોલીવુડમાં વિલન તરીકે એન્ટ્રી લીધી છે. આલિયા ભટ્ટ તેની પહેલી જ હોલીવુડ ફિલ્મમાં એક્શનની સાથે જબરદસ્ત વિલનગીરી કરતી જોવા મળશે. હાર્ટ ઓફ સ્ટોનના ટ્રેલરમાં આલિયા ભટ્ટ ખતરનાક ઇરાદા સાથે હાથમાં બંદૂક પકડેલી જોવા મળે છે. બીજી તરફ હાર્ટ ઓફ સ્ટોનની લીડ ગલ ગડોટ ફિલ્મમાં એક સીક્રેટ એજન્ટની ભૂમિકા ભજવે છે, જેના માટે તેનું મિશન જ સર્વસ્વ છે, જ્યાં તે પરિવાર, મિત્રો અને કોઈપણ પ્રકારના સંબંધો જાળવવામાં માનતી નથી.

ટ્રેલરની શરૂઆત એક ગેલ ગડોટથી થાય છે, જે એક એજન્ટની ભૂમિકા ભજવી રહે છે. આ પછી કેટલાક એક્શન સીન બતાવવામાં આવ્યા છે. ટ્રેલરમાં આલિયા ભટ્ટના માત્ર ચાર-પાંચ સીન જ બતાવવામાં આવ્યા છે. તેનો લુક અને બોલવાની સ્ટાઈલ જોઈને લાગે છે કે તેણે નાનકડા રોલમાં પણ પ્રાણ ફૂંકી દીધા છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જબરદસ્ત છે. ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન 11 ઓગસ્ટના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ‘હાર્ટ ઓફ સ્ટોન’ આલિયાની પહેલી અંગ્રેજી ફિલ્મ છે. આ ફિલ્મ સિવાય આલિયા ભટ્ટ પાસે ધર્મા પ્રોડક્શનની રોકી ઔર રાની કી પ્રેમ કહાની છે. આ ફિલ્મમાં આલિયા રણવીર સિંહ સાથે જોવા મળશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.