અમદાવાદમાં ચોમાસા પહેલા 149 રોડની કામગીરી કરવામાં આવશે. કુલ 1 લાખથી વધુ મીટરની લંબાઈના રોડનું સમારકામ કરવામાં આવશે. અત્યારે શહેરના કુલ 32 રોડ પર પેચવર્કનું કામ ચાલી રહ્યુ છે. જ્યારે શહેરના 16 રોડ એવા છે જ્યાં હજુ સુધી પ્રીમોન્સુન કામગીરી શરૂ કરવામાં નથી આવી. ચોમાસા દરમિયાન રોડ પર ખાડા અને ભુવાની સમસ્યાથી લોકોને ઝુઝવુ ન પડે તે માટે AMC દ્વારા ચોમાસા પહેલા જ રોડના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ ડ્રેનેજની પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તંત્રએ પ્રી-મોન્સુન કામગીરીનો એક્શન પ્લાન બનાવ્યો છે. જે મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે તેવી જગ્યા પર પાણીનો ઝડપથી નિકાલ થાય તે પ્રકારનું આયોજન કરાયુ છે. બાવળા, બગોદરા, ધોળકા, સાણંદ હાઈવે પર પાણી ન ભરાય તે માટે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે. તંત્રે તલાટી અને સરપંચની સાથે બેઠક કરીને વ્યવસ્થા કરવામાં આવશે. આ કામગીરી માટે દરેક ગામમાં તલાટી પર એક લાઈઝનિંગ અધિકારી પણ રખાશે. જે વરસાદની સ્થિતિની માહહિતી હેડ ક્વાર્ટને આપશે. આ સાથે તલાટી પણ ગામના સરપંચ અને ગામલોકો સાથે સીધા સંપર્કમાં રહેશે.