Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ટેરિફ વોરની આગાહી સાથે સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે. આગામી બે એપ્રિલથી તેઓ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ફિરાકમાં છે. એવામાં ભારત સરકાર અમેરિકા સાથે વાટાઘાટોના માધ્યમથી ટેરિફમાં રાહત લેવા સતત પ્રયત્નશીલ બન્યું છે. ટેરિફ સંબંધિત વાતચીતમાં અમેરિકામાંથી આયાત થતાં હાર્લે-ડેવિડસન મોટરસાયકલ, બોર્બોન વ્હિસ્કી અને કેલિફોર્નિયા વાઈન પરની આયાત ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહ્યાં છે.

બંને દેશો ટેરિફ ઘટાડવા પ્રયત્નશીલ

બંને દેશ અમુક પ્રોડ્ક્ટસ પર ટેરિફ ઘટાડવા સહમત થયા છે. સરકારે અગાઉ હાર્લે-ડેવિડસન મોટરસાયકલ પર આયાત ડ્યૂટી 50 ટકાથી ઘટાડી 40 ટકા કરી હતી. હવે તેમાં વધુ ઘટાડો કરવાની ચર્ચા ચાલી રહી છે. જેનાથી માર્કેટમાં પ્રીમિયમ બાઈક સસ્તી થવાની સંભાવના છે.

અમેરિકન વ્હિસ્કી પર આયાત ડ્યૂટી ઘટાડી

બોર્બન વ્હિસ્કી પર આયાત ડ્યૂટી 150 ટકાથી ઘટાડી 100 ટકા કરવામાં આવી હતી. હવે અધિકારીઓ બંને દેશો વચ્ચે વેપારને વધુ સુચારૂ બનાવવા માટે તેમાં વધુ ઘટાડો કરવા વિચારી રહ્યા છે. કેલિફોર્નિયન વાઈનમાં પણ ડ્યૂટી ઘટાડવાની શક્યતા છે.

આ સેગમેન્ટમાં પણ ટેરિફ ઘટશે

અમેરિકાના અધિકારીઓ ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને કેમિકલની યુએસ નિકાસને વેગ આપવા મુદ્દે પણ ચર્ચા કરી રહ્યા છે. યુએસ ભારતના વધતા જતા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં તેનો બજાર હિસ્સો વધારવા આતુર છે, ભારત પણ તેની યુએસમાં નિકાસને વેગ આપવા અનુકૂળ શરતો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.