આજકાલ દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો નવો ટ્રેન્ડ શરુ થયો છે. આ નવા ટ્રેન્ડ વચ્ચે સૌથી મોટું સંકટ લોકોની નોકરીઓ પર પડી શકે છે. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગ માટે નિયમનનું કામ કરશે. આ ઓર્ડર સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
5-10 વર્ષમાં AI દુનિયા બદલી નાખશે : બાઈડેન
આ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર થયા પછી અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, AI પર સુરક્ષાની સંદર્ભમાં લેવામાં આવેલી અત્યાર સુધીની આ સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી છે. બાઈડેને વધુમાં જણાવ્યું કે, આવનારા 5-10 વર્ષમાં ટેક્નોલોજીમાં એવા મોટા ફેરફારો થવાના છે, જે આપણે છેલ્લા 50 વર્ષમાં પણ નહીં જોયા હોય. તેથી તેના જોખમને ઓછું કરવા માટે નિયંત્રિત કરવાની જરૂર છે.
અમેરિકામાં રજૂ કરવામાં આવેલ આ એક્ઝિક્યુટિવ ઓર્ડર કાયદા અને સત્તાઓને શક્તિ પૂરી પડે છે. હજુ આ કાયદાને બંને ગૃહોમાં રજૂ કરાશે. અમેરિકામાં એક્ઝિક્યુટિવ ઓર્ડર રાષ્ટ્રપતિનો નિર્દેશ છે. આ ઓર્ડર ફેડરલ સરકારની કામગીરીનું સંચાલન કરે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી AI સિસ્ટમ ડેવલોપર્સે સેફટી ટેસ્ટ રિઝલ્ટ ફેડર ગવર્મેન્ટ સાથે શેર કરવું પડશે.
અમેરિકી પ્રશાસન બાયોલોજિકલ સિન્થેસિસ સ્ક્રીનીંગ માટે દિશા ધોરણો નક્કી કરશે. તેનો હેતુ AIને ખતરનાક બાયોલોજિકલ મટિરિયલને તૈયાર કરવાથી રોકવાનો છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા કેટલાક ધોરણો નક્કી કરવામાં આવશે, જેનું જાહેરપ્રકાશને પાલન કરવાનું રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને AI સેફ્ટી એન્ડ સિક્યુરિટી બોર્ડની સ્થાપના કરવામાં આવશે.