વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર 22 જૂને અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલા વ્હાઇટ હાઉસે ગઈકાલે ભારત વિશે નિવેદન જાહેર કર્યું હતું. ભારતીય લોકશાહી પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપતા અમેરિકાએ કહ્યું કે, પીએમ મોદીના શાસનમાં ભારતમાં વાઇબ્રન્ટ લોકશાહી છે અને જો કોઈને શંકા હોય તો તેઓ દિલ્હી જઈને જોઈ શકે છે. વ્હાઇટ હાઉસે ભારતમાં લોકશાહી અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી.
દરમિયાન, વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ જોન કિર્બીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “ભારત પીએમ મોદીના શાસન હેઠળ એક જીવંત લોકશાહી છે. જે કોઈને આ અંગે શંકા છે તે દિલ્હી જઈને પોતાની આંખોથી જોઈ શકે છે. અને નિશ્ચિતરૂપથી હું અપેક્ષા રાખું છું કે લોકશાહી સંસ્થાઓની તાકાત અને આરોગ્ય ચર્ચાનો ભાગ બનશે.”
વડાપ્રધાન મોદી આ મહિનાના અંતમાં અમેરિકાની સરકારી મુલાકાતે જશે. યુએસ પ્રમુખ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન વડાપ્રધાન મોદીની સત્તાવાર રાજ્ય મુલાકાત માટે યજમાની કરશે. 22 જૂન, 2023ના રોજ બિડેન સાથે પીએમ મોદીનું સ્ટેટ ડિનર પણ સામેલ છે.