ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે દિગ્ગજ ટેક કંપની મેટાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને તેના માટે તેણે માફી માંગવી પડી છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી હક વાળી કંપની મેટા પર એક ‘બગ’ના કારણે પેલેસ્ટિનિયનોના બાયોનું ખોટું અનુવાદ થઈ ગયુ અને તેમાં ‘આતંકવાદી’ શબ્દ જોડાઈ ગયો હતો જેના માટે કંપનીએ માફી માંગી છે.
મેટાએ જણાવ્યું કે, તેણે ઈમાનદારી પૂર્વક આ ભૂલ માટે પેલેસ્ટાઈનની માફી માંગી છે. કંપનીએ એ પણ કહ્યું છે કે, આ ભૂલને ઘણા પ્લેટફોર્મ પર સુધારી લેવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે એક્સ અને ટિકટોક પર સ્ક્રીન રેકોર્ડ કરી એક પોસ્ટ કરી. તેમાં તેમણે પેતાના બાયોમાં લખ્યું હતું કે, તે પેલેસ્ટિનિયન છે. ત્યારબાદ તેણે પેલેસ્ટિનિયન ધ્વજ લગાવ્યો અને અરબીમાં ‘અલ્હમ્દુલિલ્લાહ’ શબ્દ લખ્યો હતો જેનો અર્થ થાય છે- ઈશ્વરને પ્રાર્થના કરો. જોકે, ઈન્સ્ટાગ્રામના ‘સી ટ્રાન્સલેશન’ પર ક્લીક કરતા જ જે અંગ્રેજી અનુવાદ સામે આવ્યો તેનો અર્થ હતો- ઈશ્વરને પ્રાર્થના કરો, પેલેસ્ટિનિયન ‘આતંકવાદી’ પોતાની આઝાદી માટે લડી રહ્યા છે. જોકે, યૂઝર્સના બાયોમાં આતંકવાદી જેવો કોઈ શબ્દ નહતો.
તેણે કહ્યું કે, તે પોતે પેલેસ્ટિનિયન નથી પરંતુ તેને એક ગુમનામ પેલેસ્ટિનિયન મિત્ર તરફથી આ વિશે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે આ ટેકનિકલ એરરનું પરીક્ષણ કર્યું છે.
મેટાએ ભૂલ સ્વીકારી
મેટાએ તાત્કાલિક તેની નોંધ લાધી અને આ ગડબડને ઠીક કરી. ત્યારબાદ યૂઝરે વધુ એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, આ ગડબડ ઓછામાં ઓછા 3 કલાક સુધી હતી. અનેક યૂઝર્સે દાવો કર્યો કે, ઈઝરાયેલ ગાઝા સંઘર્ષ પર પોસ્ટ કરવામાં આવતી સ્ટોરીઓ 24 કલાક દરમિયાન બીજાની તુલનામાં ઓછી ફીડ પર આવી. તેને સરળતાથી સર્ચ પણ ન કરી શકાયી.