હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વધુ 3 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વહીવટી અધિકારી ક્લાસ-1ના વધુ 3 અધિકારીઓને SEOCની જવાબદારી સોંપાઈ છે. અગાઉ 3 IAS અધિકારીઓને પણ SEOCની જવાબદારી સોંપાઈ છે.
#WATCH गांधीनगर (गुजरात): सीएम भूपेन्द्र पटेल ने राज्य के मौजूदा हालात पर गांधीनगर में आपात बैठक की।@Bhupendrapbjp @BJP4Gujarat #Gujarat #gandhinagar #IndiaPakistanTensions #IndiaPakWar pic.twitter.com/Tx8n9hj1ph
— One India News (@oneindianewscom) May 9, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વધુ 3 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પરેશકુમાર પ્રજાપતિ, જેનિલ શાહ, એચ.કે ગઢવીની SEOC માં નિમણુંક કરાઈ છે. વહીવટી અધિકારી ક્લાસ-1ના વધુ 3 અધિકારીઓને SEOCની જવાબદારી સોંપાઈ છે. અગાઉ 3 IAS અધિકારીઓને પણ SEOCની જવાબદારી સોંપાઈ છે.
CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક
અગાઉ સવારે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીએસએફના આઈજી અભિષેક પાઠક, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વીવેદી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા. સરહદી જિલ્લાની સ્થિતિની મુખ્યમંત્રી સમિક્ષા કરશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા એસપી સાથે સમિક્ષા કરી, રાજ્યના અન્ય જિલ્લાઓના કલેક્ટર એસપી સાથે પણ વીડિયો કોન્ફરન્સથી જોડાશે.