આરબીઆઈએ સ્મોલ ફાઈનાન્સ બેન્ક પાસે યુનિવર્સલ અર્થાત મુખ્ય બેન્કોની યાદીમાં સામેલ થવા અરજી મગાવી છે. દેશમાં હાલ 10થી વધુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક કાર્યરત છે. જેમાંથી ઘણી બેન્કોની માર્કેટ સાઈઝ વધતાં તે યુનિવર્સલ બેન્ક અર્થાત રેગ્યુલર બેન્કનો દરજ્જો મેળવવા મુદ્દે કામ કરી રહી છે. રિઝર્વ બેન્કે જેના માટે બેન્કની સ્થિતિ, નફો અને માર્કેટમાં લિસ્ટિંગ જેવી અનેક શરતો લાગૂ કરી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ યુનિવર્સલ બેન્ક અર્થાત રેગ્યુલર બેન્કનો દરજ્જો મેળવવા માગતી સ્મોલ ફાઈનાન્સ બેન્ક માટે અમુક શરતો જારી કરી છે. જેને આધિન સ્મોલ ફાઈનાન્સ બેન્કોએ અરજી પણ કરી છે.
આરબીઆઈની શરતો અનુસાર, યુનિવર્સલ બેન્કનું લાયન્સ મેળવવા માટે કોઈ પણ ત્રિમાસિકના અંતે સ્મોલ ફાઈનાન્સ બેન્કની નેટવર્થ ઓછામાં ઓછી રૂ. 1000 કરોડ હોવી જોઈએ. તેમજ કેપિટલ એડેકવન્સી રેશિયો 15 ટકા હોવો જોઈએ. તેમજ ઓછામાં ઓછા પાંચ વર્ષનો ટ્રેક રેકોર્ડ મજબૂત હોવો જોઈએ. તેમાંથી ઓછામાં ઓછા 2 નાણાકીય વર્ષમાં નફો નોંધાવવાની સાથે ગ્રોસ એનપીએ 3 ટકા કે તેથી ઓછી અને નેટ એનપીએ 1 ટકા કે તેથી ઓછી હોવી જોઈએ.
લિસ્ટેડ સ્મોલ ફાઈનાન્સ બેન્કનું લાયન્સ પણ આવેદન કરવુ પડશે. તેમજ લાયન્સ માટે આવેદન કરતી વખતે સ્મોલ ફાઈનાન્સ બેન્કના કોઈ પ્રમોટર હોય તો તે સ્મોલ ફાઈનાન્સ બેન્કમાંથી યુનિવર્સલ બેન્કમાં તબદીલ થતી વખતે પણ પ્રમોટર પદે કાર્યરત રહેશે.
યુનિવર્સલ બેન્કના લાભો
રિઝર્વ બેન્ક સાથે અનેક બેઠકો બાદ સ્મોલ ફાઈનાન્સ બેન્કના પ્રમુખો દ્વારા યુનિવર્સલ બેન્કનો દરજ્જો આપવા અપીલ કરવામાં આવી હતી. દેશમાં ઘણી સ્મોલ ફાઈનાન્સ બેન્કની સાઈઝ વધી રહી છે. જો કે, સાથે યુનિવર્સલ બેન્ક માટેની લાયકાતમાં પણ વધારો થયો છે. સ્મોલ ફાઈનાન્સ બેન્કો પાસે લોન ફાળવણી, લોન સાઈઝ, ટાર્ગેટ કસ્ટમર સહિત મર્યાદિત સીમાઓ હોય છે. યુનિવર્સલ બેન્ક બનતાં આ મર્યાદાઓથી મુક્ત થાય છે.
આ સ્મોલ ફાઈનાન્સ બેન્કો કાર્યરત
એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ, ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ, સુર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ફિનો સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક…