Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

રણબીરના દમદાર એક્શન સાથે એનિમલનું ટ્રેલર થયું રિલીઝ, વિલન બોબી દેઓલે ખેંચ્યું ફેન્સનું ધ્યાન

રણબીરના દમદાર એક્શન સાથે એનિમલનું ટ્રેલર થયું રિલીઝ, વિલન બોબી દેઓલે ખેંચ્યું ફેન્સનું ધ્યાન

રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ એનિમલની તેના ફેન્સ ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સના એકસાઈટમેંટ વધારતા મેકર્સે આજે ફિલ્મ એનિમલનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ટ્રેલર ખુબ જ જબરદસ્ત છે. ફિલ્મના ટ્રેલરમાં રણબીર સિંહનો ઇન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે. ટ્રેલરને જોઇને કહી શકાય છે કે રણબીરે ફિલ્મ એનિમલ માટે ઘણી મહેનત કરી છે.

ફિલ્મ એનિમલનું ટ્રેલર ત્રણ મિનિટનું છે. એક તરફ જ્યાં ફિલ્મના ટ્રેલરમાં બાપ-દીકરાની બોન્ડીંગ બતાવામાં આવી છે. ત્યાં બીજી તરફ રણબીર સિંહના ખૂંખાર લુકે ફેન્સને ફિલ્મ જોવા માટે મજબૂર કરી દીધા છે. ટ્રેલરમાં રણબીરના જબરદસ્ત એક્શન સીન પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર કોમર્શિયલ એલિમેન્ટથી ભરેલું છે.

બોબી દેઓલની એન્ટ્રીએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું

રણબીર કપૂર એનિમલના ટ્રેલરમાં બાળપણથી લઈને યુવાની અને વૃદ્ધાવસ્થા સુધીના રોલમાં જોવા મળે છે. તે દરેક ભૂમિકામાં પોતાના અભિનયની છાપ છોડી રહ્યો છે. આ ઉપરાંત ટ્રેલરમાં રશ્મિકા અને રણબીર વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. ટ્રેલરમાં સૌથી ખાસ એન્ટ્રી બોબી દેઓલની છે. તે પોતાના પાત્રથી ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. ટ્રેલર જોવા પછી કહી શકાય છે કે જયારે ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે ત્યારે બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરશે.

એનિમલની સ્ટારકાસ્ટ

ફિલ્મ એનિમલના સ્ટારકાસ્ટની વાત કરીએ તો રણબીર કપૂરની સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકા છે. આ સિવાય તૃપ્તિ ડિમરી, પ્રેમ ચોપરા અને શક્તિ કપૂર પણ એનિમલનો એક ભાગ છે. જણાવી દઈએ કે ફિલ્મ 3 કલાક 23 મિનિટ અને 21 સેકેંડની છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.