ભાવનગર MKB યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડની શંકા છે. જેમાં B.Com અને M.Comની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે. તેમાં પરીક્ષાની ઉત્તરવહીઓ યુનિવર્સિટી બહારથી મળી આવી છે. જેમાં ઉત્તરવહીઓ બહારથી લખાઇ હોવાની આશંકા છે.
6 ઉત્તરવહી વિદ્યાર્થીના સ્કૂટરમાંથી મળી આવી છે. જેમાં વિદ્યાર્થીએ ઉત્તરવહીઓ સુપરવાઇઝરને આપી છે. વિદ્યાર્થીના સ્કૂટરમાં કોઇ ઉતરવહીઓ મુકી ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તથા 14 એપ્રિલે નિલમબાગ પોલીસમાં અરજી કરાઇ હતી. જેમાં પરીક્ષા કેન્દ્ર સંચાલક, પરીક્ષા OSD પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. તથા 2 સુપરવાઇઝરને પરીક્ષામાંથી કાયમી બાકાત કરાયા છે.
વિદ્યાર્થીના સ્કૂટરમાં કોઇ ઉતરવહીઓ મુકી ગયું હોવાનો દાવો છે. જેમાં ઉત્તરવહીઓ કોણ મુકી ગયું તે મોટો સવાલ છે. વિદ્યાર્થીના સ્કૂટરની ડીકી તોડી તેમાં 6 ઉત્તરવહી બિનવારસી હાલતમાં કોઈ મૂકીને જતું રહ્યું અને વિદ્યાર્થીએ 6 ઉત્તરવહી સુપરવાઈઝરને સોંપી આપી છે. મહત્વનો સવાલએ થાય છે કે આ પરીક્ષાની ઉત્તરવહી બહાર ક્યારે ગઈ? કોણ આ ઉત્તરવહીને બહાર લઈ ગયું? ક્યાં બ્લોકમાંથી આ ઉત્તરવહી બહાર ગઈ? ઉત્તરવહી બહાર ગઈ તો બ્લોકના સુપર વાઇઝરએ સેન્ટર ઇન્ચાર્જને કેમ ફરિયાદ ના કરી? સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી ભીનું સંકેલી રહ્યાનો કોર્ટ સભ્ય મહેબૂબ બ્લોચનો આક્ષેપ છે.