ગુજરાત ની ઘણી ખરી લૉ કોલેજોની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા રદ કરવામાં આવેલ છે. રાજ્યની 30થી વધુ કોલેજને માન્યતા રદ કરવામાં આવેલી છે. માન્યતા રદ થવાના કારણે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળી શકશે નહીં. આ તમામ કોલેજો ગ્રાન્ટ ઈન એડ કોલેજો હોવાથી વિદ્યાર્થીઓને ઓછી ફીમાં સારુ શિક્ષણ મળી રહેતું હતું, જે હવે વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા સદંતર બંધ થઈ ચૂકેલા જણાય છે. શૈક્ષણિક વર્ષ 2023-24 ની પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગયેલ છે.
કોલેજની માન્યતા રદ થવાનું કારણ સ્ટાફ ના અભાવના લીધે આ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચતર માધ્યમિક અને તકનીકી શિક્ષણ વિભાગ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલને કેટલીક માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલી માંગ
૧. આ તમામ કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ અનુસાર પ્રાધ્યાપકો આવનાર શૈક્ષણિક વર્ષ પહેલા નીમવા આવે.
૨. આ તમામ કોલેજોમાં આજે વિદ્યાર્થીઓએ આ નિર્ણય પહેલા પ્રવેશ મેળવી લીધેલ છે તેમને જે તે શહેરમાં બીજી સરકારી અથવા ગ્રાન્ટિનેટ લોક કોલેજમાં પ્રાથમિકતા સાથે જગ્યા આપવામાં આવે.
કાયદા શાખામાં અભ્યાસ કરવા ઈચ્છતા ગણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. તેઓ સરકારી કોલેજોમાં પ્રવેશથી વંચિત ના રહે તે હેતુથી આ મુદ્દાઓ લઈ તરત વિચારણા કરી સરકાર શ્રી પગલાં લે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલ છે.
અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવે છે કે, ” વ્યવસ્થાના અભાવને લીધે વિદ્યાર્થીઓને નુકસાન યોગ્ય ન કહેવાય. કોલેજમાં જો સ્ટાફની અછત હોય તો તેને પૂર્તિ કરવાનું કાર્ય પ્રશાસનનું હોવું જોઈએ. ગ્રાન્ટ ઇન એડ કોલેજો બંધ કરવી એ સમસ્યા નુ સમાધાન નથી. તેનાથી ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓને નુકસાન છે. વિદ્યાર્થી સારું અને સસ્તું શિક્ષણ મેળવવાની જગ્યાએ સેલ ફાઈનાન્સ કોલેજોમાં મોટી મોટી ફી ભરવા માટે મજબૂર બનશે. જે કેટલાય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી જનક બની રહેશે. આથી વિદ્યાર્થી પરિષદે તાત્કાલીક પણે આ રદ કરેલી કોલેજોને ફરી માન્યતા મળે તે માટે માંગ કરી છે.”
આ પ્રેસનોટ પ્રદેશ કાર્યાલય મંત્રી જયરાજસિંહ ગોહિલ દ્વારા પ્રેસિત કરવામાં આવે છે.