આજે દિલ્હી હાઈકોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા આરિઝ ખાનને આપવામાં આવેલી ફાંસીની સજા ને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. અગાઉ દિલ્હી પોલીસ ઈન્સ્પેકટર મોહન ચંદ શર્મા ની હત્યા માટે ટ્રાયલ કોર્ટે આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવી હતી.
Batla House encounter case: Delhi High Court commutes the death penalty awarded to Ariz Khan to life imprisonment. Khan was sentenced to death penalty by trial court for the murder of Delhi Police Inspector Mohan Chand Sharma
— ANI (@ANI) October 12, 2023
શું હતો બાટલા હાઉસ કેસ ?
દિલ્હીમાં 13મી સપ્ટેમ્બર 2008ના રોજ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં 26 લોકોના મોત થયા હતા જ્યારે 133 લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને 19મી સપ્ટેમ્બરે જામિયા નગરના બાટલા હાઉસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી હોવાની માહિતી મળી હતી અને દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની આગેવાની હેઠળની ટીમ ઠેકાણા પર પહોંચી ત્યારે આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોહન ચંદ શર્માને ગોળી વાગતા શહીદ થયા હતા. આ અથડામણ બાદ ઉર્ફે જુનૈદ અને શહજાદ અહેમદ ઉર્ફે પપ્પુ નાસી છૂટ્યા હતા અને બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.