Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

ચીનમાં અરુણાચલની મહિલા સાથે દુર્વ્યવહાર, શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક ડિટેઈન

ચીનમાં અરુણાચલની મહિલા સાથે દુર્વ્યવહાર, શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક ડિટેઈન

ગત શુક્રવારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશની એક મહિલાને અટકાયતમાં લીધી હતી અને તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. હવે ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

હાલ યુનાઇટેડ કિંગડમમાં રહેતી પ્રેમા વાંગજોમ થોંગડોક નામની મૂળ અરુણાચલ પ્રદેશની મહિલાએ ગઈ કાલે સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે શાંઘાઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેને 18 કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં રાખી હતી. અધિકારીઓએ તેની મજાક ઉડાવી હતી, તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય હોવાનું કહ્યું અને તેની ચીની પાસપોર્ટ માટે અરજી કરવાનું દબાણ કર્યું.

મહિલા સાથે થયેલા આ વર્તન અંગે ભારતે ચીન સામે વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે બેઇજિંગ અને દિલ્હીમાં ચીનની ઓથોરીટીને કડક ડિમાર્ચ પાઠવ્યું છે. શાંઘાઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે સંબંધિત અધિકારીઓ સમક્ષ મામલો ઉઠાવ્યો હતો અને મહિલાને મદદ પૂરી પાડી હતી.

ચીનના અધિકારીઓનો દાવો:

પ્રેમા વાંગજોમ થોંગડોકે X પર એક પોસ્ટ કરીને લખ્યું, “ચીન ઇમિગ્રેશન અને @chinaeasternair ના દાવા પર મને 21 નવેમ્બર, 2025 ના રોજ શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાકથી વધુ સમય માટે રોકી રાખવામાં આવી હતી, અધિકારીઓએ મારા ભારતીય પાસપોર્ટને અમાન્ય ગણાવ્યો કારણ કે મારું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ છે, તેઓ આ પ્રદેશ ચીનનો પ્રદેશ હોવાનો દાવો કર્યો હતો.”

‘તમે ચીનના નાગરિક છો’

એક સમાચાર એજન્સી સાથે વાત કરતા પ્રેમા વાંગજોમ થોંગડોકે કહ્યું, “જ્યારે મેં તેમને પ્રશ્ન પૂછ્યો કે મુદ્દો શું છે, ત્યારે તેઓએ કહ્યું, ‘અરુણાચલ ભારતનો ભાગ નથી’ અને મારી મજાક ઉડાવવા અને હસવા લાગ્યા. તેઓ મને કહેવા લાગ્યા કે ‘તમારે ચીનના પાસપોર્ટ માટે અરજી કરવી જોઈએ, તમે ચીની છો, તમે ભારતીય નથી.’”

અરુણાચલ પ્રદેશ અંગે ચીનની દલીલ:

તાજેતરના વર્ષોમાં, ચીને અરુણાચલ પ્રદેશનાના કેટલાક ગામો અને શહેરોના નામ બદલીને એક નકશો જાહેર કર્યો હતો. ચીન અરુણાચલ પ્રદેશના સાથે જોડાયેલી બોર્ડર પાસે સૈન્ય સુવિધાનું મોટાપાયે નિર્માણ કરી રહ્યું છે, અને સેના-શસ્ત્રોનો જમાવડો પણ વધારી રહ્યું છે.

ભારત અરુણાચલ પ્રદેશ સતત સ્પષ્ટ શબ્દોમાં કહેતું આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારત દેશનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે.

વર્ષ 1914માં બ્રિટિશ ભારત અને તિબેટ વચ્ચે થયેલા સિમલા સંમેલન દરમિયાન નક્કી કરવા આવેલી મેકમોહન લાઇનને ચીન આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વિકારવાની મનાઈ કરી રહ્યું છે. ચીન જણાવે છે કે આ કરાર માટે ચીન પક્ષકાર ન હતું.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.