ધર્માન્તરણ કરાવવાનાં કેસમાં કડક વલણ અપનાવી મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનનાં રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ટ્રેઝરર અને ગેરકાયદેસર રીતે ધર્માન્તરણની પ્રવૃત્તિ માં સામેલ એવા આરોપી સિમોનભાઈ ઈશ્વરભાઈ ખ્રિસ્તીની આગોતરા જામીન મેળવવા માટેની દાખલ કરેલ આગોતરા જામીન અરજી નડિયાદની સેશન્સ અદાલતે નામંજૂર કરી હતી.
મુખ્ય સરકારી વકીલ ધવલ આર બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી નડિયાદની સેશન્સ અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
રિસ્ટોરેશન રિવાઇવલ બાઇબલ કોલેજ , નડિયાદમાં આરોપીઓ દ્વારા ભોળા હિંદુ લોકોને ચમત્કારની વાતો કરી પ્રલોભનો આપી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદેસર રીતે ધર્માન્તરણ કરાવામાં આવી રહ્યું હતું.
રિપોર્ટર – જયનાદ ભટ્ટ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel