KDCC બેંક, અમૂલ ડેરી અને ચરોતર ગેસ સહકારી મંડળીના સંયુક્તઉપક્રમે સહકારી મહાસંમેલન યોજયુ.
સહકારના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનાલાભ પહોંચાડીને દરેક ગામ આર્થિક રીતે સમૃદ્ધ બને અને આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાનેસાકાર થઇ શકે તે માટે સહકારી સંસ્થાઓ કટિબદ્ધ બની છે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ૨૦૨૫ હર ઘર સ્વેદશી, ઘર ઘર સ્વદેશીના ભાગરૂપે આણંદ જિલ્લાની સહકારી સંસ્થાઓનું સહકારીમહાસંમેલન ૨૦૨૫ બાંધણી ચોકડી ખાતે યોજાયું હતું. સંમેલનમાં સહકારી ક્ષેત્રના પડકારોઅને ઉજ્જવળ તકો પર ચર્ચા વિચારણા કરવા સાથે આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
કેડીસીસી બેંક, અમૂલ ડેરી અને ચરોતર ગેસ સહકારી મંડળીના સંયુક્તઉપક્રમે આયોજિત સહકારી મહાસંમેલન ૨૦૨૫માં ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઇપટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઇ પટેલ, કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમારપટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઇ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઇ સોઢા પરમાર, ચરોતર ગેસ સહકારી મંડળી લિ.ના ચેરમેન સુરેશભાઇ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી જયેશભાઇ પટેલ, આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના અધ્યક્ષશ્રી લાલસિંહ વડોદીયા, સહકારી સંસ્થાના અગ્રણીઓ તેમજ સહકારી સંસ્થા સાથે જોડાયેલા સદસ્યોઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેજસકુમાર બી પટેલ દ્વારા ઉપસ્થિત સૌને આત્મનિર્ભર ભારત સ્વદેશી વસ્તુઓની ભાવના સાથે સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી કમલેશભાઇ પટેલે જણાવ્યું કેચરોતર પંથકની સમૃદ્ધિમાં અમૂલનો સિંહફાળો છે, એટલે જ કહેવાય છે કે સહકારથી સમૃદ્ધિ.અમૂલ એ આત્મનિર્ભર ભારત માટેનું સૌથી મોટું ઉદાહરણ છે. વિના સહકાર નહીં ઉદ્ધારની ભાવનાથીસૌએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો છે.
કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર પટેલે જણાવ્યું કે આત્મનિર્ભરભારત એટલે સ્વમેળે, પોતે, પોતાની રીતે પગભર થવું. આપણે સ્વદેશી વસ્તુઓના ઉપભોક્તા બનીનેનાની નાની બાબતોમાં સુધારો કરીશું તો સહકારના માધ્યમથી એક આંદોલન ઉભું થઇ જશે. કેડીસીસીબેંક, અમૂલ ડેરી, ચરોતર ગેસ સહકારી મંડળી જેવી વિવિધ સહકારી સંસ્થાઓના માધ્યમથી ગામોઆર્થિક રીતે સમૃદ્ધ થઇ રહ્યા છે. કેડીસીસી બેંક દ્વારા પશુદીઠ રૂ.૨૫૦૦૦ની વગર વ્યાજનીલોન પશુપાલકોને આપવામાં આવે છે.
અત્યારસુધી ખેડૂતોને ઝીરો ટકા વ્યાજદરે લોન મળતી, હવેપશુપાલકોને પણ વગર વ્યાજની લોન મળી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ લાભ ગામડાના છેવાડાનામાનવી સુધી પહોંચાડીને આત્મનિર્ભર બનાવવા સાથે આર્થિક રીતે સમુદ્ધિ લાવી શકાય છે. સહકારીસંસ્થાઓ સાથે જોડાઇને આપણે જે લાભ મેળવી રહ્યા છે તે હવે ફળિયા, ગામ, તાલુકા અને સમાજનાદરેક વ્યક્તિ મેળવી શકે તે માટે લોકોમાં જાગૃતતા કેળવવાની છે. સહકારની ભાવનાથી સરકારનીવિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની છે. દેશને વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારત બનાવવા અનેવિશ્વમાં પ્રથમ હરોળમાં લાવવા માટે માત્ર સરકાર જ નહીં આપણે સૌએ પણ કમર કસવાની છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel