આજે અરવલ્લી જિલ્લાના મોડાસાના ત્રણ જેટલાં મંડળોના લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે આખા દેશના તમામ જિલ્લાનાં કાર્યાલયનું નિર્માણ થાય તેવો નિર્ણય કર્યો હતો. લગભગ 700થી વધુ કાર્યાલયોનું નિર્માણ કર્યું હતું.
ગુજરાતનાં લગભગ બધાં જ કાર્યાલયો પૂર્ણ થયાં છે અથવા પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રમુખ રાજુભાઈ અને તેમના આગેવાનોએ મહત્ત્ત્વનું કાર્ય કર્યું છે. તેમના જિલ્લાના 9 મંડળો બનાવી લોકાર્પણ કરવાનું કાર્ય કર્યું છે. જેમાંથી 7નું લોકાર્પણ થઈ ગયું છે. એકનો સ્લેબ ભરાઈ ગયો છે અને એકની જમીન લેવાઈ ગઈ છે. જ્યાં જિલ્લામાં 9 કાર્યાલયો હોય તેવો અરવલ્લી પહેલો જિલ્લો છે.
આ પ્રસંગે મોડાસા આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આ સીટ પર પણ અમે ચોક્કસપણે લીડ મેળવીશું તેની અમને ખાતરી છે.
રિપોર્ટ- હેમંત પટેલ (કકો), મયુર પટેલ