અમદાવાદમાં (Ahmedabad) રથયાત્રા(Rathyatra) નજીક આવતા પોલીસ સક્રિય થઈ છે. રથયાત્રા દરમ્યાન શાંતિ જળવાઈ રહે તેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રથયાત્રા અનુસંધાને શહેરમાં અલગ અલગ જગ્યાએ કોંબીંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ઝોન 5 વિસ્તાર એટલેકે નિકોલ, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, અમરાઇવાડી, ખોખરા, ઓઢવ, રામોલ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં ઝોનના 8 પીઆઈ, 13 PSI અને 65 માણસોની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. ACPના નેતૃત્વમાં સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ 13 ટીમો દ્વારા વહેલી સવારે 5 વાગે વિસ્તારમાં તડીપાર 59 આરોપીઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પોલીસે 14 આરોપીઓ પકડ્યા હતા. 3 દિવસ પહેલા પણ પોલીસે આ પ્રકારે કોમ્બિંગ કરીને 15 આરોપીઓને પકડી લીધા હતા. પોલીસે અત્યાર સુધી કુલ 29 તડીપાર આરોપીઓને ઝડપી લેવાયા છે.
બીજી તરફ ઝોન 5 પોલીસે 49 કેસ નાના મોટા હથિયાર રાખવા અંગે કરવામાં આવ્યા છે.જેમાં ઝોનના 8 પીઆઈ, 13 PSI અને 65 માણસોની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. ACPના નેતૃત્વમાં સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ 13 ટીમો દ્વારા વહેલી સવારે 5 વાગે વિસ્તારમાં તડીપાર 59 આરોપીઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પોલીસે 14 આરોપીઓ પકડ્યા હતા. 3 દિવસ પહેલા પણ પોલીસે આ પ્રકારે કોમ્બિંગ કરીને 15 આરોપીઓને પકડી લીધા હતા. પોલીસે અત્યાર સુધી કુલ 29 તડીપાર આરોપીઓને ઝડપી લેવાયા છે. બીજી તરફ ઝોન 5 પોલીસે 49 કેસ નાના મોટા હથિયાર રાખવા અંગે કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જગન્નાથજીના રથયાત્રાના દિવસો નજીક આવી રહ્યા છે અને ભક્તોનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે.. આ વર્ષે નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે, ત્યારે જોવા મળશે નવા જ રંગો આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ બદલાઈ રહ્યા છે.. ભગવાન જગન્નાથજી આ વખતે રથયાત્રામાં નવા રથમાં બિરાજશે.
જે માટે જમાલપુર મંદિર ખાતે રથ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.. હાલમાં રથનું સુથારી કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને હવે રથને રંગ કામ કરવામાં આવી રહ્યું છે.. જગન્નાથપુરીના રથના જેવા જ રંગો જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના રથમાં આબેહૂબ રીતે કરવામાં આવે તે માટેનું આયોજન રંગ કામ કરતા કારીગરો દ્વારા કરાયું છે.. ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય, તેવો પ્રયાસ છે.
આ વર્ષે નવા તૈયાર કરાયેલા આ રથના રંગોની વિશેષતા એ છે કે, તેને તડકામાં કે વરસાદમાં કોઈપણ પ્રકારે અસર થશે નહીં.. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા તૈયાર કરાઈ રહ્યા છે.. પ્રશાસન દ્વારા 4 મહિનામાં રથ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.. રથ બનાવવા માટે સાગના લાકડાંનો તેમજ પૈડાં બનાવવા માટે સિસમના લાકડાંનો ઉપયોગ કરાયો છે.