ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુદ્ધની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. કેટલાક દેશોએ ઈઝરાયેલનું સમર્થન કર્યું છે તો કેટલાક દેશોએ પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે. આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા જોરદાર હુમલા બાદ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી છે અને યુદ્ધનું એલાન કરી દીધુ છે. ઈઝરાયેલે કરેલા પલટવારમાં ગાઝા પટ્ટી ઈઝરાયેલની સ્ટ્રાઈકમાં ખંડેર બની ગઈ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતમાં પણ રાજકીય જંગ ચાલુ છે. અલગ-અલગ રાજકીય પક્ષોએ પોત-પોતાની રીતે આ મામલે પ્રતિક્રિયા આપી છે.
હવે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યુ છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ માડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન જિંદાબાદ’. હિંસા મુર્દાબાદ, મસ્જિદ અલ અક્સા આબાદ રહે.
Hands of GAZA,Falasteen Zindabad.
Violence Murdabaad (done mainly by Israel or any Group/organisation )
Masjid e Aqsa Aabad Rahe pic.twitter.com/7RKgE1bqe9
— Asaduddin Owaisi (@asadowaisi) October 11, 2023
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદમાં AIMPLBની એન્ટ્રી
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદમાં હવે ઓલ ઈન્ડિયા મુસલિમ પર્સનલ લો બોર્ડની પણ એન્ટ્રી થઈ ગઈ છે. AIMPLBએ કહ્યું કે, ઈઝરાયેલની ક્રૂરતાઓ અને મસ્જિદસ અલ-અક્સાની સ્વાભાવિક પ્રતિક્રિયા છે. પેલેસ્ટાઈનની પ્રતિક્રિયાને આતંકવાદ કહેવું એ પીડિતો સાથે અન્યાય કરવા જેવું છે. AIMPLBએ કહ્યું કે, ભારતનો હંમેશા મત રહ્યો છે કે, ઈઝરાયલે UNની વાત માનવી જોઈએ પરંતુ PM મોદીએ શોષિતોને બદલે જુલમ કરનારનું સમર્થન કર્યું છે.