ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નવો સૂર્યોદય! વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાણંદ, ગુજરાતમાં માઇક્રોન કંપનીના ATMP (Assemble, Test, and Package) પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટ ભારતમાં પહેલી “Make in India” સેમિકન્ડક્ટર ચિપ ઉત્પન્ન કરશે.
આ પ્રોજેક્ટથી ગુજરાતનું સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત બનશે અને આગામી 10 વર્ષમાં આ ક્ષેત્રનું અર્થતંત્ર 1 લાખ કરોડ રૂપિયાનું વધારવાનો અંદાજ છે. સરકાર અને માઇક્રોન કંપનીના સહયોગથી સાણંદ બેકએન્ડ ચિપ ક્લસ્ટર તરીકે અને ધોલેરા ફ્રન્ટએન્ડ ફેબ હબ તરીકે વિકસાવવામાં આવશે.
માઇક્રોનના 5 લાખ ચોરસફૂટના વર્લ્ડનું સૌથી મોટું ક્લીનરૂમ ફેબ હબમાં બનાવવામાં આવ્યું છે, જેમાં પેરિસના એફિલ ટાવર કરતાં ત્રણ ગણું વધુ સ્ટીલ વપરાયું છે.
હાલમાં, પ્લાન્ટમાં 5,000 કુશળ કર્મચારીઓને રોજગારી મળશે, અને 10,000 એન્જિનિયર્સને તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ગુજરાતના ટેક અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં નવી ઊંચાઈ લાવશે અને દેશને ડિજિટલ આત્મનિર્ભરતા તરફ આગળ વધારશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel