Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

બપોરે 12.30 કલાકે ડાકોર-વલસાડ બસ નંબર GJ18Z7377 ઉમરેઠથી ઓડ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણ સવારી આવી રહેલ બાઈક નંબર GJ23BP5202 નો બસ સાથે ભયંકર અકસ્માત થયો.

બપોરે 12.30 કલાકે ડાકોર-વલસાડ બસ નંબર GJ18Z7377 ઉમરેઠથી ઓડ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણ સવારી આવી રહેલ બાઈક નંબર GJ23BP5202 નો બસ સાથે ભયંકર અકસ્માત થયો.

આજરોજ બપોરે 12.30 કલાકે ડાકોર-વલસાડ બસ નંબર GJ18Z7377 ઉમરેઠથી ઓડ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણ સવારી આવી રહેલ બાઈક નંબર GJ23BP5202 નો બસ સાથે ભયંકર અકસ્માત થયો. એક્સીડંટમાં ભોગ બનનાર ભાલેજ ગામના ત્રણ વ્યક્તિમાંથી એકનું નામ ફરહાન કુરેશી જણાયું. ભાલેજના ત્રણ વ્યક્તિ માઈક્રો ફાઇનાન્સ કંપનીમાં રિકવરીનું કામ કરતા હતાં અને નવાપુરા ગામ બાજુથી હમીદપુરા ચોકડી પહોંચ્યા અને તે જ સમયે ડાકોર-વલસાડ બસ ચોકડીથી પસાર થઇ અને જોતજોતામાં આટલો મોટો અકસ્માત થઇ ગયો. બાઈક પર બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને બાકીના બે વ્યક્તિને 108 એમ્બયુલેન્સની મદદથી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. એડમિટ કરેલ બંને વ્યક્તિની હાલત ગંભીર છે અને હાલ સારવાર હેઠળ છે.

 

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.