મિડલ ઈસ્ટ વિસ્તારમાં તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પર હુમલાની ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિસ્તારમાં UAEથી ભારત તરફ આવી રહેલા થાઈલેન્ડના એક કાર્ગો જહાજ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલો કોણે કર્યો તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ઘટનાએ આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે.
થાઈલેન્ડ નેવી દ્વારા હુમલાની પુષ્ટિ
આ ઘટનાને લઈને Royal Thai Navyએ હુમલાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેઓ હાલ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તથા બચાવ કામગીરીમાં સહાયતા પૂરી પાડી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલા બાદ જહાજને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેમાં રહેલા ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Thai-flagged vessel attacked near Strait of Hormuz, three crew reported missing
A Thai-flagged cargo vessel was reportedly attacked near the Strait of Hormuz on March 11, leaving three crew members missing, according to media reports.
The vessel, MAYUREE NAREE Bangkok, was hit… pic.twitter.com/fpoU2wuV3h
— Thai Enquirer (@ThaiEnquirer) March 11, 2026
ઓમાન નેવી દ્વારા બચાવ કામગીરી
અહેવાલો મુજબ Royal Navy of Omanએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન 20 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે હજુ ત્રણ ક્રૂ સભ્યો જહાજ પર હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમને પણ સલામત રીતે બહાર લાવવા માટે પ્રયાસો ચાલુ છે.
જહાજને નુકસાન, ધુમાડાના ગોટા દેખાયા
ઘટનાસ્થળ પરથી સામે આવેલી તસવીરોમાં કાર્ગો જહાજમાંથી ઘાટો ધુમાડો નીકળતો અને જહાજના કેટલાક ભાગોમાં નુકસાન થયેલું જોવા મળે છે. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અધિકારીઓએ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક છે, જ્યાંથી દરરોજ મોટી માત્રામાં તેલ અને વેપારી જહાજો પસાર થાય છે. આ વિસ્તારમાં તાજેતરમાં વધતા તણાવને કારણે વૈશ્વિક વેપાર અને ઊર્જા સપ્લાય પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel