ઉત્તર પ્રદેશના બસ્તીમાં કથિત ‘લવ જિહાદ’નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સ્થાનિક હિન્દુ યુવતીના દાવા અનુસાર, એક મુસ્લિમ યુવક અઝફારુલ હક ઉર્ફે પ્રિન્સે ઓળખ છુપાવીને નજીકના સંબંધ બાંધ્યા અને પછી દુષ્કર્મ કર્યો. પીડિતાને ખબર ત્યારે પડી જ્યારે આરોપી અને તેના પરિવાર દ્વારા તેને ધમકાવવાની સાથે જ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપી અને તેના ભાઈએ અંદાજિત 300થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમના અંગત પળોના વીડિયો બનાવ્યા અને તેને વિદેશમાં, ખાસ કરીને નેપાળ સહિતના દેશોમાં દેહવ્યાપાર માટે મોકલ્યા.
ફરાર વોન્ટેડ આરોપીની ધરપકડ
બસ્તી પોલીસે લંબાવેલી તપાસ પછી ફરાર વોન્ટેડ આરોપી અઝફારુલ હકને મુંબઇના બ્રાંદ્રા વિસ્તારમાંથી ઝડપી લીધો છે. અઝફારુલ હક પર 25 હજાર રૂપિયા ઈનામ હતું અને તે અગાઉ પણ લૂંટ, ખંડણી, છેતરપિંડી સહિત 20 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ જણાવે છે કે, આરોપી સતત પોતાના લોકેશન બદલીને પોલીસને ચૂસ્ત રાખતો હતો, જેના લીધે તેની ધરપકડ માટે બસ્તી એસપીના આદેશ પર સ્વાટ ટીમે અને ટેકનિકલ ઓપરેશનો દ્વારા કડક તપાસ હાથ ધરવી પડી.
પીડિતાની આપવીતી અને આરોપનો ગુનાહિત ઇતિહાસ
પીડિતાએ જણાવ્યું કે, 2023માં મળ્યા બાદ આરોપીએ હિન્દુ રૂપમાં ઓળખ આપી અને પછી પ્રેમના જાળમાં ફસાવ્યો. ત્યારબાદ, બંદૂક બતાવીને દુષ્કર્મ કરાયું અને લગ્નની લાલચ આપી, ઘણા દિવસો સુધી પીડિતાને રોકવામાં આવ્યું. એક દિવસ તેને પોતાના ઘરે લઈ જઈ, પીડિતાએ જોઈ કે આરોપી મુસ્લિમ છે અને તેના પરિવારે તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું. પીડિતાએ આગળ જણાવ્યું કે, રૂમમાં તેને બંધ કરી પુનઃ પુનઃ દુષ્કર્મ કરાયું અને અન્ય એક વ્યક્તિ પણ સામેલ થયો.
પીડિતાએ આ અંગે જણાવ્યું કે, “આ યુવક અને તેના પરિવારનો સેક્સ રેકેટ એટલો મોટો છે કે તે પહેલા છોકરીઓને પ્રેમજાળમાં ફસાવે છે, પછી શારીરિક સંબંધ બનાવે છે અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરે છે. અત્યાર સુધી 300થી વધુ હિન્દુ યુવતીઓ આ રેકેટનો શિકાર બની ચૂકી છે, જેમાં હું પણ એક છું. કેટલાં લોકોને વિદેશમાં વેચવામાં આવ્યું છે તેની સંપૂર્ણ વિગતો હજુ તપાસ હેઠળ છે.”
અન્ય 7 સામે ફરિયાદ
પોલીસે હવે મુખ્ય આરોપી અઝફારુલ હકની ધરપકડ બાદ તેના પરિવારજનો સહિત અન્ય 7 સંદિગ્ધ વ્યક્તિઓ સામે પણ ફરિયાદ નોંધાવી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ રેકેટના તાર નેપાળ અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા છે. કેટલીક પીડિતાઓને વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાનું પણ ખુલાસો થયો છે. હિન્દુ સામાજિક સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા કડક તપાસ અને જાગૃત કાર્યવાહી માટે માંગ કરવામાં આવી છે. બસ્તી પોલીસ સમગ્ર મામલે ગંભીરતા દાખવીને તપાસ કરી રહી છે, જેથી આ રેકેટના સમગ્ર ચક્રનો પુર્ણપણે ભેદ ઉકેલી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel