ગોંડલમાં ચાલતી રામકથામાં મોરારિબાપુનાં હસ્તે ‘બાવો બોર બાંટતાં’ પ્રકાશન અર્પણ વિધિ થઈ છે. જયદેવ માંકડ સંકલિત દૃષ્ટાંત કથા પ્રકાશન રામકથા શ્રોતાઓને અર્પણ કરવામાં આવેલ છે.
મોરારિબાપુ દ્વારા રામકથામાં અપાતાં વિવિધ દૃષ્ટાંતોનું સંકલન કૈલાસ ગુરુકુળ મહુવાનાં વડા જયદેવ માંકડ દ્વારા થાય છે તેમજ ઘણાં સામયિકોમાં પણ તે પ્રસિદ્ધ થાય છે. આ દૃષ્ટાંત કથાનાં ‘બાવો બોર બાંટતાં’ પ્રકાશનની અર્પણ વિધિ ગોંડલમાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથાનાં શ્રોતાઓને થઈ, જેમાં રૂપલબેન માંકડ પણ જોડાયાં હતાં.
ગોંડલમાં લોહલંગરિબાપુ જગ્યામાં ‘માનસ રામકથા’ દરમિયાન આ અર્પણ વિધિ પ્રસંગે જાણીતાં સાહિત્યકાર નીતિન વડગામાએ જણાવ્યાં મુજબ જયદેવ માંકડ સંકલિત અગાઉ વર્ષ ૨૦૨૨, ૨૦૨૩ તથા હાલ ૨૦૨૪ દરમિયાન ‘બાવો બોર બાંટતાં’ ક્રમશઃ ભાગ ૧,૨ તથા ૩ પ્રકાશિત થયાં છે. ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા આ પ્રકાશન થયેલ છે.