દરમિયાન, બીસીસીઆઈએ આ મહિને 12 જૂનથી રમાનારી ઇમર્જિંગ એશિયા મહિલા એશિયા કપ માટે 14 ખેલાડીઓની ભારતીય A ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય A ટીમ 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે ભારતનો ખરાખરીનો જંગ 17 જૂને પાકિસ્તાન સામે થશે.
ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ 2023માં ભારતીય A ટીમને લીગ તબક્કામાં 3 મેચ રમવાની તક મળશે. ભારતીય A ટીમ તેની પ્રથમ મેચ 13 જૂને યજમાન હોંગકોંગ સામે 15 જૂને થાઈલેન્ડ A ટીમ વિરુદ્વ મેચ રમશે. આ પછી, ભારત A તેની છેલ્લી લીગ મેચ પાકિસ્તાન A મહિલા ટીમ વિરુદ્વ 17 જૂને રમશે.
ઇન્ડિયા એ મહિલા ટીમ
શ્વેતા સેહરાવત (કેપ્ટન)
સૌમ્ય તિવારી (વાઈસ-કેપ્ટન)
ઉમા ક્ષેત્રી (વિકેટકીપર)
મમતા માડીવાલા (વિકેટકીપર)
ત્રિશા ગોંગડી
મુસ્કાન મલિક
શ્રેયાંકા પાટીલ
કનિકા આહુજા
તિતાસ સંધુ
યશશ્રી એસ
કાશ્વી ગૌતમ
પાર્શ્વી ચોપરા
મન્નત કશ્યપ
બી અનુષા.
ભારતીય મહિલા A ટીમની કેપ્ટનશિપની જવાબદારી શ્વેતા સેહરાવતને સોંપવામાં આવી છે. શ્વેતાનું શાનદાર પ્રદર્શન વર્ષ 2023ની શરૂઆતમાં રમાયેલા મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન જોવા મળ્યું હતું. શ્વેતાએ 7 મેચમાં કુલ 297 રન બનાવ્યા, જેમાં તેણે 3 અડધી સદીની ઇનિંગ્સ સહિત ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા. ઇમર્જિંગ એશિયા કપનું આયોજન હોંગકોંગમાં કરવામાં આવી રહ્યું છે. આમાં 8 ટીમો ભાગ લઈ રહી છે, જેને દરેક 4 ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ-એમાં સ્થાન મળ્યું છે.