ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આવા ઘણા મોટા નિર્ણયો લીધા છે જેનાથી દેશના ખેલાડીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે. આ વખતે તેણે દેશના 6 રાજ્યોના ક્રિકેટરોને એવી ભેટ આપી છે જે કદાચ તેઓ ક્યારેય નહીં ભૂલી શકે અને એટલું જ નહીં, તેનાથી ટીમ ઈન્ડિયાને લાંબા ગાળે ઘણો ફાયદો થશે.
6 રાજ્યોમાં ઈન્ડોર ક્રિકેટ એકેડમીનો શિલાન્યાસ
હકીકતમાં, BCCIએ ઉ3ત્તર-પૂર્વના રાજ્યોના ઉભરતા ક્રિકેટ ખેલાડીઓની મદદ માટે સોમવારે 6 રાજ્યોમાં ઈન્ડોર ક્રિકેટ એકેડમીનો શિલાન્યાસ કર્યો છે. આ ઈન્ડોર ક્રિકેટ એકેડમી અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને સિક્કિમમાં ખુલશે. આ રાજ્યોની રાજધાનીઓ એટલે કે શિલોંગ, ઈટાનગર, કોહિમા, આઈઝોલ, ઈમ્ફાલ અને ગંગટોકમાં તમામ ઈન્ડોર એકેડમી ખુલશે.
જય શાહે આપ્યા સમાચાર
BCCI સચિવ જય શાહે ‘X’ પર આ સારા સમાચારની માહિતી આપી હતી. જય શાહે લખ્યું કે, ‘નોર્થ ઈસ્ટમાં BCCIની આગામી અત્યાધુનિક ઈન્ડોર ટ્રેનિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કરતા હું સન્માનિત અનુભવી રહ્યો છું. ચોમાસાની મોસમ દરમિયાન, આ રાજ્યોમાં ક્રિકેટ સંપૂર્ણ રીતે સ્થગિત થઈ જાય છે, જેના કારણે આ 6 રાજ્યોના ક્રિકેટરોએ પ્રેક્ટિસ કરવા માટે કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ, મુંબઈ અથવા અમદાવાદના ઈન્ડોર સેન્ટરમાં જવું પડ્યું હતું.
Honoured to have laid the foundation stone for BCCI’s upcoming state-of-the-art indoor training facilities in the North East! Our cricketers from six states – Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland, and Sikkim—will soon benefit from world-class indoor nets,… pic.twitter.com/8DcO0lOfrh
— Jay Shah (@JayShah) May 20, 2024
ક્રિકેટરોને આ સુવિધાઓ મળશે
જય શાહે જણાવ્યું હતું કે 6 રાજ્યોના આ ખેલાડીઓને ટૂંક સમયમાં જ વર્લ્ડ ક્લાસ ઈન્ડોર નેટ્સ, ઈન્ડોર સ્વિમિંગ પૂલ અને ફિટનેસ સેન્ટર મળશે, જેથી તેઓ આખા વર્ષ દરમિયાન પ્રેક્ટિસ કરી શકે. આ ફિટનેસ સેન્ટરોમાં વર્લ્ડ ક્લાસ મશીનો લગાવવામાં આવશે. સ્વાભાવિક છે કે, BCCIના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વના ખેલાડીઓની રમત એક અલગ જ સ્તરે પહોંચી જશે.