લોકવિદ્યાલય માઈધારમાં ઉનાળામાં વિનામૂલ્યે છાશ કેન્દ્રનો લાભ મળ્યો છે. અહી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો સહયોગ રહ્યો છે.
પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં ઉનાળામાં વિનામૂલ્યે છાશ કેન્દ્રનો લાભ મળ્યો છે. અહી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થા સણોસરાનો સહયોગ રહ્યો છે.
વહેલી સવારે આ છાશ વિતરણ કાર્યમાં સંસ્થા પરિવારનાં એભલભાઈ ભાલિયા, જગદીશભાઈ ડાંગર, સંજયભાઈ ડોડિયા, નિર્મળભાઈ પરમાર, કલ્યાણભાઈ ડાંગર તથા જહાભાઈ ડાંગર સેવા સંકલનમાં રહ્યાં છે.