તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકા નું ગોળચીત ગામ જ્યાં પૌરાણિક જલારામ બાપાનું મંદિર આવેલું છે ત્યાં પવિત્ર પુરુષોત્તમ માસ એટલે જેને અધિક માસ તરીકે માનવામાં આવે છે તે નીમિત્તે ભગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ તો આ વિસ્તાર આખો આદિવાસી વિસ્તાર તરીકે જાણીતો છે હાલમાં આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ધર્માંતરણ ના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે લોહાણા સમાજ દ્વારા પવિત્ર અધિક માસ નિમિત્તે અહીં ભગવત જ્ઞાન સપ્તાહ નું આયોજન કરી અહીં ધર્મની ધજા ટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ મંદિરે દર ગુરુવારે ભોજનની પણ વ્યવસ્થા લોહાણા સમાજ દ્વારા કરવામાં આવે છે મુખ્યત્વે સમાજના અગ્રણી એવા શૈલેષભાઈ દેવાણી , જે.પી ભાઈ તથા યોગેશભાઈ મસરાણી જેવા આગેવાનો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા કથા બાદ સરસ મજાનું ભોજન પણ અહીં દરેક ભાવિક ભક્તોને આપવામાં આવે છે.