આણંદમાં ગત તા.૨૬/૧૦/૨૦૨૩ના રોજ એક મહીલા નીતાબેન (નામ બદલાવેલ) તેઓના મળતિયા મિત્રો એક પોલીસ કર્મચારી વિષ્ણુભાઈ હીંમતભાઈ ચૌહાણ રહે-ડભાસી, તથા બીજો એક સજ્જાદઅલી સબ્બિરઅલી સૈયદ રહે-હાડગુડ તથા એક મહિલા મુમતાઝબાનું (નામ બદલાવેલ છે) રહેવાસી-બરોડા આ ચારેયએ પુર્વ આયોજીત કાવતરું રચી હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનું આયોજન કરી કાવતરાના ભાગરૂપે નીતાબેને પોતાની ખોટી ઓળખ આપી ભોગ બનનાર (ફરીયાદી) સાથે ફોન ઉપર અવાર નવાર વાતચિત કરી મિત્રતા કેળવી ભોગ બનનારને “મારા ઘરે કોઇ નથી તેમ કહી ગત તા.૨૬/૧૦/૨૩ ના રોજ મળવા સારૂ આણંદ ચિખોદ્રા ચોકડી બોલાવી બાદમાં ભાલેજ ખાતે આવેલ જનરલ હોસ્પિટલની પાછળ આવેલ નુરટાઉનશીપ સોસાયટીના ત્રીજા નંબરના મકાનમાં લઈ જઈ ભોગનનાર સાથે અંગતપળો માણવાનો ઢોંગ રચી તેના મળતીયાઓ આરોપી પોલીસ કર્મચારી વિષ્ણુ ચૌહાણ તથા સજ્જાદઅલી સૈયદ તથા મહીલા મુમતાઝબાનુ વિગેરે નાઓને ફોનથી કોડવર્ડમાં જાણ કરતા સ્વિફટ ફોરવ્હિલ ગાડીલઇ નુર ટાઉનશીપના ઉપરોક્ત મકાનમાં પહોંચી જઈ પોલીસ કર્મચારી વિષ્ણુ ચૌહાણ પોલીસ યુનીફોર્મ પહેરીને આવેલ જેણે પોતાની પોલીસ તરીકે ઓળખ આપી પોતે આણંદ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ તરીકે નોકરી કરતા હોવાનુ જણાવી તથા સજ્જાદઅલી સૈયદ તથા મહીલા મુમતાઝબાનુ સાથે ભોગબનનારનો તોડ કરવાના ઇરાદે મકાનમાં પ્રવેશ કરી મુમતાઝબાનુએ ફરીયાદીનો કઢંગી હાલતમાં વીડીયો ઉતારી આ ત્રણેય આરોપીઓએ અમો પોલીસ છીએ તેવી ઓળખ આપી ફરીયાદી પાસે રૂપીયાની માંગણી કરી હતી અને નહી આપે તો ખોટા કૅસમાં ફસાવી દેવાની ધમકી આપી હનીટ્રેપમાં ફસાવી પૈસાનો તોડ કરવાના હેતુથી અગાઉ ગુનાહીત કાવતરાનુ આયોજન કરી ગુનો કરેલ હોય દરમ્યાન ભાલેજ પોલીસને જાણ થતા તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી જઇ ફરીયાદીને પોલીસ સ્ટેશન લાવી આરોપીઓને પણ પકડી લઇ આ બાબતની ભોગબનનાર ફરીયાદ આપતા ભાલેજ પોલીસે ગુનો દાખલ કરી ચારેય આરોપીઓની અટક કરી તઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓના વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ-ભાવેશ સોની(આણંદ)