અંકલેશ્વર હેઝાર્ડસ વેસ્ટ જનરેશનમાં 42 લાખ મેટ્રિક ટન સાથે રાજ્ય અને 9.27 લાખ મેટ્રીક ટન સાથે ભરૂચ અગ્રેસર ઔદ્યોગિક હરણફળમાં દેશમાં નંબર વન રહેલું ગુજરાત રાસાયણિક કચરાના ઉત્પાદનમાં પણ દેશમાં પહેલા નંબરે 2021- 22માં દેશમાં રૂપિયા 1.23 કરોડ હેઝાર્ડસ વેસ્ટ માં ગુજરાતનો હિસ્સો 34 ટકા ભારતમાં 40 હજારથી વધુ કંપનીઓ જોખમી કચરો ઉત્પન્ન કરે છે જેમાં વડોદરાથી વાપી વચ્ચે જ 22 ટકા કંપનીઓ આવેલી છે.
ઔદ્યોગિક હરણફળમાં દેશમાં નંબર વન રહેલું ગુજરાત રાસાયણિક કચરાના ઉત્પાદનમાં પણ દેશમાં પહેલા નંબર રહ્યું છે. વર્ષ 2021-22 માં દેશમાં કુલ 1.23 કરોડ મેટ્રીક ટનથી વધુ હેઝાર્ડસ વેસ્ટ જનરેટ થયો હતો. જેમાં 34 ટકા 42.02 લાખ મેટ્રીક ટન સાથે ગુજરાત અને 9.7 લાખ મેટ્રીક ટન સાથે ભરૂચ જિલ્લો પેહલા નંબરે રહ્યો છે. દેશમાં જેટગતિએ થઇ રહેલા ઔદ્યોગિક અને શહેરીકરણના કારણે તેની માઠી અસરો પર્યાવરણ ઉપર પડી રહી છે. ઔદ્યોગિકરણ અને શહેરીકરણની હરણફળ વચ્ચે હેઝાર્ડ્સ, બાયોમેડિકલ, અર્બન અને ઇ-વેસ્ટના નિકાલની સમસ્યા દિન-પ્રતિદિન ઘેરી બની રહી છે. દેશમાં વર્ષે ઠલવાતા કુલ 1.23 કરોડ મેટ્રિક ટન રાસાયણિક જોખમી કચરામાં 34 ટકાના ઉત્પાદન સાથે 2021-22 માં ગુજરાત અગ્રેસર રહેતા ચિંતાનો વિષય બન્યો છે.
ઔદ્યોગિક હરણફળમાં દેશમાં નંબર વન રહેલું ગુજરાત રાસાયણિક કચરાના ઉત્પાદનમાં પણ દેશમાં પહેલા નંબરે આવતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. જીપીસીબી, સીપીસીબી સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ હેઝાર્ડ્સ વેસ્ટના નિકાલ માટે વધુ સુવિધાઓ વિકસાવવા કમર કસી છે. ગુજરાતમાં વડોદરાથી વાપી સુધીનો ઔદ્યોગિક પટ્ટો સૌથી વધુ રાસાયણિક કચરાનું ઉત્પાદન કરે છે. દેશમાં 40000 થી વધુ કંપનીઓ રાસાયણિક કચરાનું ઉત્પાદન કરે છે. જેમાં 22 ટકા કંપનીઓ નંદેસરી, ભરૂચ, અંકલેશ્વર, દહેજ, પાનોલી, ઝઘડિયા, વિલાયત, સાયખા, સુરત અને વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલી છે.
દેશમાં રોકાણ અને માળખાકીય સવલતો વિકસાવવામાં હરણફળ ભરી ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યને જોખમી રાસાયણિક કચરો ઉત્પન્ન કરવામાં પણ સીપીસીબીનાં અહેવાલ મુજબ નંબર વન ઘોષિત કરાયું હતું. વર્ષે રૂપિયા 9.7 લાખથી વધુ મેટ્રિક ટન રાસાયણિક કચરાના ઉત્પાદન સાથે ભરૂચ જિલ્લો ગુજરાતમાં અગ્રેસર રહ્યો છે. જે ચિંતાનો વિષય રાજ્ય સરકાર માટે બન્યો છે.
રાજ્યમાં જોખમી કચરા માટે ટ્રીટમેન્ટ , સ્ટોરેજ અને ડિસ્પોઝલ ફ્સિલિટી TSDF અંગેનો ડેટા પૂરો પાડતા કેન્દ્ર સરકારના રિપોર્ટમાં જણાવાયું છે કે, SLF સુરક્ષિત લેન્ડફ્લ્સિ અને ઇન્સિનેરેટર્સ બંને સાથે 4 સંકલિત TSDF , માત્ર SLF સાથે 15 TSDF અને માત્ર incineratorsસાથે 44 TSDF છે. જે ઉત્પાદિત થતા વેસ્ટ સામે ઓછી ક્ષમતાના છે. વર્ષ 2019-20 માં ગુજરાતમાં 24.85, 2020-21 માં 31.93 અને 2021-22 માં 42.02 લાખ મેટ્રીક ટન હેઝાર્ડસ વેસ્ટ જનરેટ થયો છે.