દર ત્રણ વર્ષે ભાવનગર કેમિસ્ટ એસોસિયેશન ની ચુંટણી થાય છે જૂની બોડી ની ત્રણ વર્ષ ની ટર્મ પૂરી થતાં નિયમ મુજબ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને મુખ્ય ચૂંટણી અધિકારી સમીરભાઈ જાધવ દ્વારા ૨૬ તારીખે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી , ફોર્મ લેવાની , ફોર્મ ભરી ને પરત કરવા તેમજ ફોર્મ પાછી ખેંચવાની નિયત તારીખ ચૂંટણી અધિકારી દ્વારા આપી દેવામાં આવી હતી .
કુલ ૪૦ ફોર્મ ઉમેદવારો દ્વારા લેવામાં આવ્યા હતા જેમાં થી ૩૮ ફોર્મ ભરી ને પરત કરાયા હતા અને ફોર્મ ની ચકાસણી કર્યા બાદ એક ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું હતું.
ભાવનગર કેમિસ્ટ એસોસિયેશન ૪૦૦થી વધુ સભ્યો ધરાવે છે . દર ત્રણ વર્ષે ૨૪ કારોબારી સભ્યો ને પેનલ ને ચૂંટવામાં આવે છે અને ત્યાર બાદ હોદ્દા ની વરણી કરવામાં આવે છે પરંતુ બાર વર્ષ બાદ આ વર્ષે ચૂંટણી ના બદલે સમરસતા થતાં દરેક સભ્યોએ આનંદ ની લાગણી વ્યકત કરી હતી .
નવનિયુક્ત કારોબારી સભ્યો દ્વારા ભીષ્મભાઈ વોરા પ્રમુખ તરીકે , ભાવેશભાઈ વોરા મંત્રી તરીકે અને પ્રવીણભાઈ શેટા ખજાનચી તરીકેની વરણી થતા તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા .
પૂર્વ પ્રમુખ મિલનભાઈ સોની દ્વાર નવા પ્રમુખ ભીષ્મભાઈ વોરા અભિનંદન પાઠવ્યા હતા અને પદભાર સોંપ્યો હતો તેમજ મંત્રી ભાવેશભાઈ વોરા અને ખજાનચી પ્રવીણભાઈ શેટાને અભિનંદન પાઠવી આવનારી ટર્મ માટે શુભેચ્છા આપી હતી .
નવનિયુક્ત પ્રમુખ ભિષ્મભાઈએ નવી કરોબારી ને સંબોધન કરી જણાવ્યુ હતુ કે આવનારા દિવસોમાં સંસ્થા ને મજુબત બનાવા માટે દરેક સંભવ પ્રયાસો કરવામાં આવશે અને જરૂર પડે તો કડક પગલાં પણ લેવામાં આવશે . આ તકે તેઓએ ત્રણેય ચૂંટણી અધિકારી સમીરભાઈ જાધવ , મહેશભાઈ ઢોલા તેમજ મૌલિકભાઈ ખાટસુરિયા તેમજ સંસ્થાના દરેક સભ્યોનો આભાર માન્યો હતો , સમરસતા કરવા માટે ૧૩ ઉમેદવારોનો વિશેષ આભાર પ્રમુખ દ્વારા માનવામાં આવ્યો હતો .