રંઘોળામાં ભાવનાથ મહાદેવ સાનિધ્યમાં વિશ્વશાંતિ અને વરુણદેવ પ્રસન્નતા હેતુ યજ્ઞ યોજાઈ ગયો. કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા આયોજન થઈ ગયું.
રમણિય વાતાવરણ વચ્ચે બિરાજતાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં વૈશ્વિક પ્રદૂષણ સામે દિવ્ય વાતાવરણ માટે ૧૧૦૦ બિલ્વ ફળ સાથે હોમાત્મક યજ્ઞ રાખવામાં આવેલ.
વિશ્વશાંતિ અને વરુણદેવ પ્રસન્નતા હેતુ રંઘોળામાં આ યજ્ઞ યોજાઈ ગયો. કથાકાર શાસ્ત્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા ભૂદેવો સાથે આ આયોજન કરવામાં આવેલ, જેમાં સૌ ભાવથી જોડાયાં હતાં.