Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ISISને મોટો ઝટકો : ટ્રમ્પનો દાવો—અમેરિકા-નાઇજીરિયા સંયુક્ત ઑપરેશનમાં ટોચનો આતંકવાદી ઠાર

ISISને મોટો ઝટકો : ટ્રમ્પનો દાવો—અમેરિકા-નાઇજીરિયા સંયુક્ત ઑપરેશનમાં ટોચનો આતંકવાદી ઠાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકન સેના અને નાઇજીરિયાના સશસ્ત્ર દળોએ સંયુક્ત રીતે એક ગુપ્ત અને જટિલ ઑપરેશન હાથ ધરીને ISISના ટોચના નેતાઓમાંના એક અબુ-બિલાલ અલ-મિનુકીને ઠાર કર્યો છે. ટ્રમ્પે આ સફળ મિશનને આતંકવાદી નેટવર્ક માટે મોટો ઝટકો ગણાવ્યો છે અને નાઇજીરિયા સરકારનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ માહિતી આપતા જણાવ્યું કે આ ઑપરેશન તેમની સીધી દેખરેખ હેઠળ અને ચોક્કસ ગુપ્તચર માહિતીના આધારે પૂર્ણ થયું હતું.

કોણ હતો અબુ-બિલાલ અલ-મિનુકી?

અબુ-બિલાલ અલ-મિનુકી, જેને ‘અબુ બક્ર ઇબ્ન મુહમ્મદ ઇબ્ન અલી અલ-મૈનુકી’ તરીકે પણ ઓળખવામાં આવતો હતો, તે આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં સક્રિય આતંકવાદી ગતિવિધિઓનો મુખ્ય ચહેરો હતો.

આ વિસ્તાર એટલાન્ટિક મહાસાગરથી લઈને લાલ સમુદ્ર સુધી ફેલાયેલો છે અને તેમાં નાઇજીરિયા, માલી, નાઇજર, ચાડ અને સુદાન જેવા દેશોનો સમાવેશ થાય છે. અલ-મિનુકી ખાસ કરીને ‘ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ’ (ISWAP)નો સિનિયર કમાન્ડર હતો.

વૈશ્વિક આતંકવાદમાં મોટી ભૂમિકા

અલ-મિનુકી માત્ર સ્થાનિક આતંકી પ્રવૃત્તિઓ સુધી સીમિત નહોતો, પરંતુ તે વૈશ્વિક સ્તરે આતંકવાદી સેલ્સને ફંડિંગ પૂરું પાડતો હતો.

તેની આ ખતરનાક ભૂમિકાને કારણે જ 2023માં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને ‘સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કરવામાં આવ્યો હતો. તે અનેક નકલી નામોનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવતો હતો.

સંયુક્ત ઑપરેશન કેવી રીતે થયું?

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકી ગુપ્તચર એજન્સીઓ લાંબા સમયથી અલ-મિનુકીની હિલચાલ પર નજર રાખી રહી હતી. ચોક્કસ માહિતીના આધારે અમેરિકા અને નાઇજીરિયાના દળોએ સંયુક્ત રીતે આ મિશન સફળ બનાવ્યું.

આ ઑપરેશનને અત્યંત ગોપનીય રાખવામાં આવ્યું હતું અને તેની સફળતા બાદ જ તેની માહિતી જાહેર કરવામાં આવી છે.

ISISને મોટો ફટકો

ટ્રમ્પે જણાવ્યું કે અલ-મિનુકીના ઠાર થવાથી હવે તે નિર્દોષ લોકોને ડરાવી શકશે નહીં અને અમેરિકન હિતો પર હુમલા કરવાની તેની યોજના પણ નિષ્ફળ બની ગઈ છે.

વિશેષજ્ઞોના મતે, તેની મોતથી ISISના વૈશ્વિક નેટવર્ક અને ઓપરેશનલ ક્ષમતાને મોટો ઝટકો લાગશે.

આ માહિતી અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદન અને અહેવાલોના આધારે છે. આ ઑપરેશન અંગે સ્વતંત્ર પુષ્ટિ અને વધુ વિગતો માટે સત્તાવાર એજન્સીઓની માહિતીની રાહ જોવી જરૂરી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.