વધતા ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને Narendra Modiની અપીલ બાદ Delhiમાં મોટો નીતિગત નિર્ણય લેવાયો છે. Rekha Guptaની આગેવાની હેઠળ સરકારે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ કરીને સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ Work From Home (WFH) લાગુ કરવાની જાહેરાત કરી છે.
સરકારી કચેરીઓ માટે નવા નિયમો
દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ:
- અઠવાડિયામાં 2 દિવસ 100% કર્મચારીઓ WFH કરશે
- ઈમરજન્સી અને આવશ્યક સેવાઓને મુક્તિ
- સરકારી ઓફિસ સમય: સવારે 10 થી સાંજ 7:30
- નિગમ ઓફિસ સમય: સવારે 8:30 થી સાંજ 5:30
- દર સોમવારે મંત્રીઓ અને અધિકારીઓ માટે જાહેર પરિવહન ફરજિયાત
- અધિકારીઓના પેટ્રોલ ક્વોટામાં 20% ઘટાડો
LIVE: Press Conference https://t.co/i1MEzGryc4
— Rekha Gupta (@gupta_rekha) May 14, 2026
કર્મચારીઓ માટે પ્રોત્સાહન અને સુવિધાઓ
સરકાર કર્મચારીઓને જાહેર પરિવહન તરફ પ્રોત્સાહિત કરવા માટે ખાસ યોજનાઓ પણ લાવી છે:
- ગ્રેડ 1 થી 8ના કર્મચારીઓને:
- જો 25% એલાઉન્સ જાહેર પરિવહન પાછળ ખર્ચશે
- તો તેમને 10% વધારાનું એલાઉન્સ મળશે
- 29 કોલોનીઓમાં 58 સ્પેશિયલ બસો દોડાવવામાં આવશે
- ઘરથી મેટ્રો સ્ટેશન સુધી પહોંચવાની સરળ વ્યવસ્થા
ખર્ચમાં કાપ અને ઊર્જા બચત પગલાં
સરકારે ખર્ચ ઘટાડવા અને ઊર્જા બચાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે:
- 1 વર્ષ સુધી કોઈ મંત્રી/અધિકારી વિદેશ પ્રવાસ નહીં કરે
- 6 મહિના સુધી નવા વાહનોની ખરીદી પર રોક
- યુનિવર્સિટી, કૉલેજ અને કોર્ટને ઓનલાઈન કાર્ય માટે પ્રોત્સાહન
- ઓફિસોમાં AC તાપમાન 24-26°C રાખવું ફરજિયાત
- વીજળી બચાવવા માટે સેન્સર આધારિત સ્વિચ લગાવવામાં આવશે
જનતાને અપીલ અને જાગૃતિ અભિયાન
સરકારે દિલ્હીની જનતાને નીચે મુજબ અપીલ કરી છે:
- ‘No Vehicle Day’ ઉજવવો
- ‘Make in India’ ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી
- આગામી 90 દિવસ સુધી જાગૃતિ અભિયાન
- લોકોને ઇંધણ બચત માટે શપથ લેવડાવાશે
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel