click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુપ્રીમ કોર્ટેનો મોટો નિર્ણય : બંગાળમાં કાપવામાં આવેલા મતદારોને મતદાનની પરવાનગી નહીં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુપ્રીમ કોર્ટેનો મોટો નિર્ણય : બંગાળમાં કાપવામાં આવેલા મતદારોને મતદાનની પરવાનગી નહીં
Gujarat

સુપ્રીમ કોર્ટેનો મોટો નિર્ણય : બંગાળમાં કાપવામાં આવેલા મતદારોને મતદાનની પરવાનગી નહીં

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન મતદાર યાદીમાંથી કમી કરવામાં આવેલાં નામોને મતદાન કરવાનો અધિકાર આપવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ પરવાનગી આપવાનો સવાલ જ પેદા થતો નથી અને જેમનાં નામ અંતિમ યાદીમાં છે તેઓ જ મતદાન કરી શકશે.

Last updated: 2026/04/14 at 12:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • સુપ્રીમ કોર્ટે કાપેલા મતદારોને મતદાનની પરવાનગી નકારી
  • 16 લાખથી વધુ અરજદારોને રાહત નહીં
  • મતદાર યાદી પહેલેથી જ ફ્રિઝ
  • 19 ટ્રિબ્યુનલ દ્વારા અરજીઓની સુનાવણી
  • 90.93 લાખ બોગસ નામો દૂર
  • 90.93 લાખ બોગસ નામો દૂર

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મતદાર યાદીમાંથી કાપવામાં આવેલા નામોને લઈને દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે એ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જેમનાં નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ નથી, તેમને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવી શકતો નથી.

સોમવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચ સમક્ષ અરજદારોએ માંગણી કરી હતી કે લગભગ 16 લાખ લોકોએ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી છે, તેથી તેમને ચૂંટણીમાં મતદાન કરવાની છૂટ આપવામાં આવે.

પરંતુ કોર્ટે આ દલીલને નકારી કાઢી અને જણાવ્યું કે “આનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી.” કોર્ટે કહ્યું કે જો આવા લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે, તો તે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ સર્જી શકે છે અને નિયમોની અવગણના થશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ પહેલેથી જ પશ્ચિમ બંગાળની મતદાર યાદી ફ્રિઝ કરી ચૂકી છે, એટલે હવે ચૂંટણી પહેલા તેમાં કોઈ ફેરફાર શક્ય નથી. માત્ર વિશેષ પરિસ્થિતિમાં, અને સુપ્રીમ કોર્ટની પરવાનગીથી જ નવા નામો ઉમેરાઈ શકે, પરંતુ હાલ કોર્ટે તે મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે.

કોર્ટએ આ અરજીને ‘પ્રિમેચ્યોર’ ગણાવીને ફગાવી દીધી છે અને અરજદારોને ટ્રિબ્યુનલનો સંપર્ક કરવાની સલાહ આપી છે. હાલ લગભગ 19 ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે, જે મતદાર યાદીમાંથી કાપવામાં આવેલા નામો અંગેની અરજીઓની સુનાવણી કરશે.

અરજદારો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચે યોગ્ય પ્રક્રિયા વિના મોટા પ્રમાણમાં નામો કાઢી નાખ્યા છે અને અપીલો પર સમયસર સુનાવણી થતી નથી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ હાલ લગભગ 30 લાખ અરજીઓ પેન્ડિંગ છે.

આંકડા મુજબ, બંગાળમાં લગભગ 90.93 લાખ શંકાસ્પદ અથવા બોગસ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. SIR પ્રક્રિયા પહેલા રાજ્યમાં 7.66 કરોડ મતદારો હતા, જે હવે ઘટીને 6.75 કરોડ રહ્યા છે.

આ નિર્ણયથી બંગાળની ચૂંટણી પ્રક્રિયા પર સીધી અસર પડશે અને હવે મતદાન માત્ર અંતિમ યાદીમાં સમાવિષ્ટ મતદારો જ કરી શકશે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, Bengal election news, bogus voters removal India, Breaking news, election 2026, Election Commission, Election Commission India voter list, election commission of india, Election Commission of India news, gujarati news, india news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, SIR, SIR West Bengal election, Supreme Court, Supreme Court decision voter rights, top news, top news channel, topnews, topnewschannelinindia, voter list, West Bengal, West Bengal Election, West Bengal voter list revision, ચૂંટણી પંચ, પશ્ચિમ બંગાળ ચૂંટણી, ભારત, ભારત સમાચાર, ભારતીય ચૂંટણી પંચ, મતદાર યાદી, સુપ્રીમ કોર્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હોર્મુઝ તણાવ વચ્ચે ભારત માટે રાહત : LPGથી ભરેલું ‘જગ વિક્રમ’ જહાજ આજે કંડલા બંદરે પહોંચશે
Next Article આજે ભારતરત્નથી સ્નમાનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મજયંતિ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?