અમેરિકી માર્કેટ (US Market)માં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ડાઓ જોન્સ , S&P 500 અને ટેક બેઝ્ડ નેસ્ડેક ઈન્ડેક્સમાં સતત મંદીનો માહોલ જોવા મળ્યો હતો. બોઇંગ અને ઈન્ટેલ જેવી કંપનીઓના શેરોમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન શુક્રવારે એટલે કે આજે અમેરિકી ફેડરલ રિઝર્વ (US Fed Reserve) ના અધ્યક્ષ જેરોમ પોવેલ (Jerome Powell) જેક્સન હોલ સિમ્પોઝિયમને સંબોધિત કરશે.
મોંઘવારી અને ઈન્ટરેસ્ટ રેટ ટ્રેજેક્ટરી અંગે સંકેત આપી શકે
એવું મનાય છે કે તે મોંઘવારી અને ઈન્ટરેસ્ટ રેટ ટ્રેજેક્ટરીને લઈને અમુક સંકેત આપી શકે છે. આ જ કારણે માર્કેટમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ફેડ માટે બજારની અપેક્ષાઓને અનુરૂપ બોલવું ફરજિયાત નથી. ફેડ વતી એક કઠોર સંકેત સંભવિત રીતે બજારને પરેશાન કરી શકે છે.
યુએસ ફેડએ મોંઘવારી સામેની લડાઈ શરૂ કર્યાને એક વર્ષથી વધુ સમય થયો
માહિતી અનુસાર એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે જ્યારે યુએસ ફેડએ મોંઘવારી વિરુદ્ધ સૌથી આક્રમક યુદ્ધ શરૂ કર્યું હતું. મોંઘવારીને બે ટકાના લક્ષ્યના સ્તર સુધી લાવવાના ઉદ્દેશ્યથી યુએસ ફેડ માર્ચ 2022થી વ્યાજદરો વધારી રહ્યો છે. ફેડેએ માર્ચ 2022 બાદથી 11મી વખત દરોડ વધારી 26 જુલાઇએ 5.25 ટકાથી 5.5 ટકા વચ્ચે કરી દીધો. તે 22 વર્ષોમાં સર્વોચ્ચ સ્તરે છે.
ભારતીય સ્ટોક માર્કેટ પર દેખાઈ અસર
અમેરિકી બજારના નબળા સંકેતને લીધે ભારતીય સ્ટોક માર્કેટ પણ દબાણ હેઠળ છે. આજે બીએસઈ અને નિફ્ટી બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો.