Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

રાજૌરી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરનો IED એક્સપર્ટ આતંકી કારી ઠાર મરાયો

રાજૌરી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરનો IED એક્સપર્ટ આતંકી કારી ઠાર મરાયો

આતંકી સાથેની અથડામણમાં સુરક્ષાદળોને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે ત્યારે સવારે ફરીવાર એન્કાઉન્ટરની શરૂઆત કરતાં સુરક્ષાદળોએ વધુ એક ખૂંખાર આતંકીને ઠાર માર્યાનો દાવો કર્યો છે. આ આતંકીની ઓળખ કારી નામે થઈ છે. અગાઉ વધુ એક આતંકી ઠાર મરાયો હતો જેની ઓળખ હજુ જાહેર થઈ શકી નથી.

લશ્કરનો ટોચનો કમાન્ડર હતો

માહિતી અનુસાર કારી લશ્કર-એ-તોયબાનો ટોચનો કમાન્ડર અને આતંકી હતો. પાકિસ્તાનને રહેવાશી આતંકી કારીને લશ્કરના સરગનાઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકની નવી લહેર પેદા કરવા મોકલ્યો હોવાનો દાવો કરાયો છે. અત્યાર સુધી રાજૌરીના કાલાકોટના જંગલોમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે અધિકારીઓ સહિત 4 સૈનિકો શહીદ થઈ ગયા હતા. તે આઈઆઇડી બોમ્બ બનાવવાનો એક્સપર્ટ હતો. આ ઉપરાંત ગુફાઓમાં છુપાઈને લાંબા સમય સુધી આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં પણ માહેર હતો.

કારી એક ટ્રેઈન્ડ સ્નાઇપર હતો

જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ડિફેન્સ પીઆરઓએ કહ્યું કે કારી એક ટ્રેઈન્ડ સ્નાઈપર હતો. તેનાથી જ સમજી શકાય છે કે સુરક્ષાદળોએ કેટલાક મોટા આતંકીને ઠાર મારવામાં સફળતા મેળવી છે. તેણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હોવાનો ખુલાસો થયો છે. તે લશ્કર એ તોયબાના સિનિયર કમાન્ડરોમાં સામેલ હતો. તે ડાંગરી અને કાંડીમાં પણ થયેલા આતંકી હુમલાઓનો માસ્ટર માઇન્ડ હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.