દિલ્હી એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો હતો. એરપોર્ટના ટર્મિનલ-1ની છત પડી ગઈ, જેના કારણે છ લોકો ઘાયલ થયા. રાજધાનીના સૌથી મહત્વપૂર્ણ એરપોર્ટ પર બનેલી આ ઘટના પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, એરલાઈન્સને ટર્મિનલ-1 પર તમામ અસરગ્રસ્ત મુસાફરોની મદદ કરવાની સૂચના આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
હકીકતમાં, શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ વચ્ચે સમાચાર આવ્યા કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છતનો એક ભાગ તેની નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેમાં છ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં કેબ સહિત અનેક વાહનોને નુકસાન થયું છે. દિલ્હી ફાયર સર્વિસને ઘટનાની માહિતી મળતાં તાત્કાલિક એરપોર્ટ પહોંચી હતી. ફાયર ડિરેક્ટર અતુલ ગર્ગે છ લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે.
#WATCH | "A roof collapsed at Terminal-1 of Delhi airport. 3 fire tenders were rushed to the spot", says an official from Delhi Fire Services
(Video source – Delhi Fire Services) pic.twitter.com/qdRiSFrctv
— ANI (@ANI) June 28, 2024
એરલાઈન્સે મુસાફરોને મદદ કરવા અપાઇ સૂચના: કેન્દ્રીય મંત્રી કિંજરાપુ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ ટ્વીટ કર્યું, “હું T1 દિલ્હી એરપોર્ટ પર છત પડવાની ઘટના પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યો છું. ટીમ ઘટના સ્થળે કામ કરી રહી છે. સાથે જ, એરલાઈન્સને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.” T1 પર તમામ અસરગ્રસ્ત મુસાફરોને તાબડતોબ મદદ કરવામાં આવી હતી. .
ટર્મિનલ 1 માં પાર્ક કરેલી કાર પર સીલિંગ બીમ પડ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, છતની ચાદર અને તેના સપોર્ટિંગ બીમ તૂટી પડ્યા, જેના કારણે ટર્મિનલના પિક-અપ અને ડ્રોપ એરિયામાં પાર્ક કરેલી કારને નુકસાન થયું. છત સીધી ત્યાં પાર્ક કરેલી કાર પર પડી, જેના કારણે ઘણું નુકસાન જોવા મળ્યું. કારની અંદરથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે જેના પર લોખંડનો બીમ પડ્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બાકીના લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.