રાજ્યના તમામ જિલ્લા અને મહાનગર ખાતે અપેક્ષિત શ્રેણીના કાર્યકરો વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા.
પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા.
વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કરતા અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદ ડૉ. સંજય જયસ્વાલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી.
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં જનકલ્યાણ, વિકાસ તથા દેશની સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં દેશમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ કામગીરી થઇ છે ત્યારે ભાજપાના “અવિરત 12 વર્ષ વિશ્વાસ ,વિકાસ અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી જેમાં જગદીશભાઈ વિશ્વકર્માએ પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
આ વર્ચ્યુઅલ બેઠકમાં અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદ ડૉ. સંજય જયસ્વાલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કર્યા હતાં. પ્રદેશના ઉપાધ્યક્ષ અને અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ ભરતભાઈ પંડ્યાએ પણ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે બેઠકનું સંચાલન તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને અભિયાનના પ્રદેશ સહ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજાએ આભારવિધિ સંપન્ન કરી હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગર ખાતે જિલ્લા-મહાનગરમાં રહેતા પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખ, પ્રભારી, સાંસદ, ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, મોર્ચાના પ્રમુખ – મહામંત્રીઓ, વોર્ડ પ્રમુખઓ, મહાનગર મીડીયા અને સોશિયલ મીડીયાના ઇન્ચાર્જ તથા અભિયાનની ટીમ સહિતના અપેક્ષિત શ્રેણીના કાર્યકરોએ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel