ભાજપ પ્રદેશ અગ્રણી રઘુભાઈ આહિરે શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ગઢુલામાં શાળાનાં બાળકો સાથે જન્મદિવસ મનાવ્યો છે.
સિહોર તાલુકાનાં ગઢુલા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને દફતરની ભેટ આપીને ભાજપ પ્રદેશ મંત્રી રઘુભાઈ આહિરે જન્મદિવસ મનાવ્યો છે. આ પ્રસંગે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં અને શુભકામના પાઠવી. આ અગ્રણી દ્વારા શાળામાં દફતર ભેટ આપવામાં આવી જેમાં શુભેચ્છકો સુરત આહિર સમાજ સેવા સમિતિનાં પ્રમુખ જીતુભાઈ કાછડ અને મૂળજીભાઈ મિયાણી જોડાયાં હતાં. આચાર્ય ધીરુભાઈ જાંબુકિયા સંકલનમાં રહ્યાં હતા.
અગ્રણી રઘુભાઈ આહિર દ્વારા વિવિધ પ્રસંગોમાં ગઢુલામાં સહયોગી બનતાં રહ્યાં છે, જેથી શાળા પરિવાર સાથે પુરા ગામને પણ રાજીપો રહેલો છે.