શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ ડોકટર હોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે બુથ પ્રમુખો ને મળ્યા હતા અને તેમને ભાવનગર લોકસભા સીટ ને પાંચ લાખ થી વધુ લીડ સાથે જીતવા માટે ની ચાવી બતાવી હતી . વધુમાં કહ્યું કે હાલના ભાવનગર સાસંદ ભારતીબેન શિયાળ ૩ લાખ થી વધુ સીટ થી જીત્યા હતા પરંતુ આ વખતના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ને ૬ લાખ થી વધુ લીડ થી જીતાડવાના છે .
જ્યારે ૬ લાખ થી વધુ લીડથી જીતવાની વાત આવતા પાટીલે સ્ટેજ પર બેસેલા ક્ષત્રીય સમાજના અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપે્દ્રસિંહ ચુડાસમા સામે જોઇને પૂછ્યું હતું જવાબ ભૂપે્દ્રસિંહે હા કહેતા પાટીલે કહ્યું કે બાપુ કહે છે તો જીતી જશુ.
પાટીલે કાર્યકર્તાઓ ને ઠપકો આપતા કહ્યુ હતુ ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ની ૧૦ થી વધુ સીટ ફકત ૫ હજાર થી ઓછા મતે ભાજપે હારી હતી જેને લઈ આ લોકસભા ચૂંટણીમાં વધુ મેહનત ની જરૂર છે જેમાં ની ૨ સીટ તો ભાવનગર લોકસભાની છે ગારિયાધાર અને બોટાદ .
સી.આર.પાટીલને ક્ષત્રીય આંદોલન વિશે પૂછતા ચુપ્પી સાધી હતી અને સીધા સ્ટેજ પર ચડી ગયા હતા , કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફરી એક વાર મીડિયા કર્મીઓ દ્વારા આંદોલન વિશે પાટીલ બોલ્યા વગર જ નીકળી ગયા હતા .
આ સભામાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા , શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ , સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, તેમજ અન્ય ભાજપના પદાધિકારીઓ , કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા .