મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ જશે. ત્યારે, તેના માટે મતગણતરી હાથ ધરાઈ છે. તો 8 વાગ્યાથી ચૂંટણી વલણો પણ આવવાના શરૂ થઈ ગયા હતા. 230 વિધાનસભા બેઠકો ધરાવતા મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. મધ્યપ્રદેશમાં અગાઉ 2018માં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં સૌથી વધુ બેઠકો મેળવનાર કોંગ્રેસે BSP, SP અને અપક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. જોકે ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો કરી પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થતા કોંગ્રેસની કમલનાથ સરકાર 15 મહિનામાં પડી ભાંગી હતી. જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી થઈ હતી. મધ્યપ્રદેશમાં બહુમતી મેળવવાનો આંકડો 116 છે.
શિવરાજ સિંહ ચૌહાણનું મોટું નિવેદન
મધ્યપ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનતી દેખાતા શિવરાજ સિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. આ જનતા જનાર્દનનો વિજય છે. ભાજપના તમામ ઉમેદવારોને હું શુભેચ્છા પાઠવવા માગુ છું. ભાજપના કાર્યાલયે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ વી.ડી. શર્માએ કહ્યું કે મધ્યપ્રદેશના લોકોના મનમાં મોદી વસે છે અનેે મોદીના મનમાં મધ્યપ્રદેશ.
#WATCH | #MadhyaPradeshElections2023 | As BJP crosses the halfway mark and leads on 133 seats in the state as per official EC trends, Madhya Pradesh BJP president VD Sharma says, "We had said 'Madhya Pradesh ke mann mein Modi aur Modi ke mann mein Madhya Pradesh' – people blessed… pic.twitter.com/EWl9zYkijP
— ANI (@ANI) December 3, 2023
મધ્યપ્રદેશમાં ભાજપ મજબૂત સ્થિતિમાં
મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો ભાજપ અત્યાર સુધીના વલણમાં 135 બેઠક પર લીડ મેળવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને 90 બેઠક પર લીડ મળતી દેખાઈ રહી છે. શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની ભાજપ મજબૂત સ્થિતિમાં છે.
'भारत माता की जय, जनता जनार्दन की जय'
आज मध्यप्रदेश विधानसभा चुनाव के नतीजे आ रहे हैं और मुझे विश्वास है कि जनता के आशीर्वाद व आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के कुशल नेतृत्व में भारतीय जनता पार्टी पूर्ण बहुमत के साथ फिर सरकार बनाने जा रही है।
भाजपा के सभी…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 3, 2023
ભાજપના ફગ્ગન સિંહ નિવાસ બેઠકથી પાછળ
ભાજપના દિગ્ગજ નેતા ફગ્ગન સિંહ નિવાસ બેઠક પરથી પાછળ દેખાઈ રહ્યા છે જે એક મોટો આંચકો મનાઈ રહ્યો છે.
કમલનાથ છિંદવાડા બેઠક પર પાછળ
મધ્યપ્રદેશમાં કુલ 230 બેઠકમાંના વલણ આવી ગયા છે ત્યારે ભાજપને વલણોમાં બહુમત મળતો દેખાઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 98 બેઠકો અને ભાજપના ખાતામાં 128 બેઠકો આવતી દેખાઈ રહી છે. જ્યારે છિંદવાડા બેઠક પરથી કમલનાથ પાછળ દેખાઈ રહ્યા છે.
વલણમાં ભાજપને બહુમત
મધ્યપ્રદેશમાં 230 બેઠકમાંથી 214 બેઠકોના વલણ આવી ગયા છે ત્યારે ભાજપને વલણોમાં બહુમત મળતો દેખાઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 100 બેઠકો અને ભાજપના ખાતામાં 112 બેઠકો આવતી દેખાઈ રહી છે.
દિગ્વિજય સિંહનો મોટો દાવો
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું અને ફરી કહું છું કે અમે મધ્યપ્રદેશમાં 130થી વધુ બેઠકો જીતવાના છીએ.
કોંગ્રેસ 62, ભાજપ 100 પર લીડ
165 બેઠકોમાં શરૂઆતના વલણોમાં ભાજપ ફરીવાર રાજ્યમાં મજબૂત દેખાઈ રહ્યો છે. 100 બેઠકોમાં તેને લીડ મળતી દેખાઈ રહી છે જ્યારે કોંગ્રેસ 62 બેઠકો પર આગળ છે. અન્ય પણ બાકીની બેઠકો પર આગળ છે.
કોંગ્રેસના ટોચના નેતાઓ વલણોમાં આગળ
મધ્યપ્રદેશમાં કમલનાથને છિંદવાડા બેઠકથી શરૂઆતના વલણોમાં લીડ મળતી દેખાઈ રહી છે. જ્યારે ભાજપના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ બુધનીથી લીડ મેળવતા દેખાઈ રહ્યા છે.
મધ્યપ્રદેશમાં 90 બેઠકના વલણ
મધ્યપ્રદેશમાં પ્રથમ 100 બેઠકોના વલણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. બંનેને લગભગ સમાન બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે. ભાજપના ખાતામાં 50 અને કોંગ્રેસના ખાતામાં 49 બેઠકો પર લીડ જોવા મળી રહી છે. જ્યારે અન્યના ખાતામાં 1 બેઠક આવતી દેખાઈ રહી છે.
મધ્યપ્રદેશમાં પ્રથમ 50 બેઠકના વલણ
મધ્યપ્રદેશમાં પ્રથમ 50 બેઠકોના વલણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. બંનેને લગભગ સમાન બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે.
3 કેન્દ્રીય મંત્રી સહિત ભાજપના 7 સાંસદોની શાખ દાંવ પર
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી ફક્ત લોકશાહી પર્વ જ નથી પણ તે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાખની લડાઈ બની ગઈ છે. ભાજપે આ લડાઈમાં દાવેદારી મજબૂત કરવા માટે 3 કેન્દ્રીય મંત્રી સહિત 7 સાંસદોને વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઊતારી દીધા છે.
મતગણતરી કેન્દ્રો પર અધિકારીઓનું આગમન શરૂ
8 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે ત્યારે અધિકારીઓ અને ઉમેદવારોના એજન્ટ્સ મતગણતરી કેન્દ્રો પર પહોંચવા લાગ્યા છે.
#WATCH | Madhya Pradesh: Preparations underway at the counting centre in Bhopal as the counting of votes will begin shortly. pic.twitter.com/Qn5gCsGbiV
— ANI (@ANI) December 3, 2023
મતગણતરી 8 વાગ્યાથી શરૂ થશે
230 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ચૂંટણી વલણો પણ આવવાની શરૂઆત ટૂંક સમયમાં થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો આવશે.
મધ્યપ્રદેશમાં 76 ટકાથી વધુ મતદાન
રાજસ્થાન 16મી વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે યોજાયેલા મતદાનમાં 76 ટકાથી વધુ મતદાન થયું હતું. અગાઉ 2008માં 69.52 ટકા, 2013માં 72.69 ટકા, જ્યારે 2018માં 75.63 ટકા મતદાન નોંધાયું હતું. આ વખતની ચૂંટણીની વાત કરીએ તો, કોંગ્રેસે 4 જ્યારે ભાજપે 11 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી હતી. મધ્યપ્રદેશની 15મી વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થશે.
રાજ્યમાં 2018માં કોંગ્રેસે સાથ-સહકારથી બનાવી સરકાર
મધ્યપ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસે સૌથી વધુ બેઠક મેળવી હતી, પરંતુ બહુમતનો આંકડો પાર કરી શકી ન હતી, જેના કારણે કોંગ્રેસે BSP, SP અને અપક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. કોંગ્રેસ વિધાનસભાની 230 બેઠકોમાંથી 229 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસે 114 બેઠકો, જ્યારે ભાજપે 109 બેઠકો મેળવી હતી. બહુજન સમાજ પાર્ટીએ 2, સમાજવાદી પાર્ટીએ 1 અને અપક્ષે 4 બેઠકો મેળવી હતી. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત આવ્યો હતો.
રાજ્યમાં 2013માં ભાજપે મેળવ્યો મોટો વિજય
મધ્યપ્રદેશ વિધાનસભા 2013ની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવવાની સાથે 165 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસે 58, બહુજન સમાજ પાર્ટીએ 4 અને અપક્ષે 3 બેઠકો મેળવી હતી.
મધ્યપ્રદેશ ચૂંટણીમાં આ મોટા ચહેરાઓ પર સૌની નજર
મધ્યપ્રદેશની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી 5 ચહેરા એવા છે જેમના પર આખા દેશની નજર છે. આ ચહેરાઓમાં શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે, વીડી શર્મા જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે.