મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકોને આપેલ વચન પાળ્યું છે. તેમણે એપ્રિલ 2023માં જાહેરાત કરતા કહ્યું હતું કે, મંદિરોની ગતિવિધિઓ પર સરકારનું કોઈ નિયંત્રણ રહેશે નહીં.
તેમજ તેમણે આપેલ વચનોમાં કહ્યું હેતુ કે,પૂજારીઓ મંદિરની જમીનોની હરાજી કરી શકશે. આ સાથે તેમણે ખાનગી મંદિરોના પૂજારીઓને સન્માનજનક માનદ વેતન આપવાની વાત પણ કરી હતી. આજે એક મહિના બાદ, તેમની સરકારે આ તમામ નિર્ણયોને મંજૂરી આપી છે.
हमने फैसला किया है कि मंदिरों की गतिविधियों पर सरकार का कोई नियंत्रण नहीं रहेगा। मंदिर की जमीनों को नीलाम कलेक्टर नहीं बल्कि पुजारी कर सकेंगे।
निजी मंदिरों के पुजारियों को भी सम्मानजनक मानदेय देने की व्यवस्था की जाएगी। pic.twitter.com/QiMMREi6MI
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 22, 2023
મધ્યપ્રદેશની કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની વાત કર્યે તો ભાજપના પ્રભારી આશિષ અગ્રવાલે આજે જણાવ્યું હતું કે, આવા મંદિરો કે જેનું સંચાલન સરકાર દ્વારા જોવામાં આવે છે, 10 એકડ સુધીની કૃષિ વિસ્તારવાળી જમીન પરની આવક પુજારીઓને આપવામાં આવશે.
બાકીની જમીનની ખેતી માટે હરાજી કરવામાં આવશે અને તેમાંથી મળનારી રકમ મંદિરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મંદિરની જમીનને અતિક્રમણ મુક્ત બનાવવા અભિયાન પણ શરૂ કરવામાં આવશે.
મધ્યપ્રદેશની સરકાર હિંદુ મંદિરો માટે સતત કામ કરી રહી છે. ગયા વર્ષે પૂજારીઓને માનદ વેતનને વધારવાનો પણ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જે મંદિરો કે પૂજારીઓ પાસે ખેતીલાયક જમીન નથી તેમને માસિક 5,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવી રહ્યું છે.
જે મંદિરો કે પૂજારીઓ પાસે 5 એકર ખેતીની જમીન છે તેમને પણ દર મહિને 2.5 હજાર રૂપિયા મળશે. રાજ્ય સરકારે ગરીબ પૂજારીઓની આજીવિકા માટે આ નિર્ણય લીધો છે.